Site icon News Continuous Bureau | Mumbai

Global Energy Crisis: ટ્રમ્પે હોર્મુઝના રસ્તા માટે શરૂ કરી મંત્રણા, પણ નાટો પરના પ્રહારથી ખળભળાટ; દુનિયાભરમાં તેલના ભાવ ઘટશે કે તણાવ વધશે?

Global Energy Crisis: ‘અમેરિકા યાદ રાખશે કે મુસીબતમાં કોણે સાથ ન આપ્યો’: તેલ અને ગેસના ભાવોમાં ભડકો થતા ટ્રમ્પ આક્રમક, ચીન-જાપાન સહિતના દેશોને યુદ્ધ જહાજો મોકલવા અપીલ, નાટો દેશોને આપી ગંભીર ચેતવણી.

Global Energy Crisis Trump Seeks Military Support from 7 Nations to Reopen Hormuz Strait Warns NATO of Uncertain Future

Global Energy Crisis Trump Seeks Military Support from 7 Nations to Reopen Hormuz Strait Warns NATO of Uncertain Future

News Continuous Bureau | Mumbai

Global Energy Crisis: ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવામાં આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. આ વૈશ્વિક સંકટ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે ઈરાનની નૌસેના અને વાયુસેનાને નબળી પાડી દીધી છે. ટ્રમ્પે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે હોર્મુઝનો દરિયાઈ માર્ગ સુરક્ષિત કરવા માટે તેઓ સાત દેશો સાથે વાતચીત કરી રહ્યા છે અને અન્ય રાષ્ટ્રોએ પણ સૈન્ય હસ્તક્ષેપ કરવો જોઈએ.ટ્રમ્પે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટન જેવા દેશોને હોર્મુઝમાં પોતાના યુદ્ધ જહાજો મોકલવા આહવાન કર્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો નાટો (NATO) દેશો તેમની વાતને નજરઅંદાજ કરશે, તો નાટોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.

Join Our WhatsApp Channel

‘અમેરિકાને માત્ર 1% તેલ મળે છે, છતાં રક્ષણ અમે કેમ કરીએ?’

ડોનાલ્ડ ટ્રમ્પે તર્ક આપ્યો હતો કે અમેરિકા વર્ષોથી હોર્મુઝનું રક્ષણ કરી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં આ માર્ગની જરૂરિયાત બીજા દેશોને અમેરિકા કરતા ઘણી વધારે છે. ટ્રમ્પના મતે, અમેરિકાને ત્યાંથી માત્ર 1% તેલ મળે છે, જ્યારે ચીન જેવા દેશો તેમની જરૂરિયાતનું 90% તેલ આ માર્ગે મેળવે છે. હવે જ્યારે ઈરાનની સેના નબળી પડી ગઈ છે, ત્યારે ટ્રમ્પ ઈચ્છે છે કે અન્ય દેશો પણ પોતાની જવાબદારી સમજીને મેદાનમાં આવે.

આ સમાચાર પણ વાંચો : Dubai Airport Attack: ઈરાની ડ્રોન હુમલાને કારણે દુબઈ એરપોર્ટ ગુંજી ઉઠ્યું, ફ્યુઅલ ટેન્કમાં ભીષણ આગ; જાણો ફ્લાઈટ સ્ટેટસ અને લેટેસ્ટ અપડેટ્સ

ટ્રમ્પની અપીલ છતાં દેશોનો પીછેહઠનો મૂડ

ટ્રમ્પના દાવાઓ છતાં અત્યાર સુધી કોઈ પણ દેશે મધ્ય પૂર્વમાં સૈન્ય મોકલવાની સીધી તૈયારી બતાવી નથી:
ઓસ્ટ્રેલિયા: ટ્રમ્પની વિનંતી છતાં હોર્મુઝમાં નૌસેનાનું જહાજ મોકલવાનો ઇનકાર કર્યો છે.
બ્રિટન (UK): ટ્રમ્પના જણાવ્યા મુજબ, બ્રિટિશ વડાપ્રધાન શરૂઆતમાં હિચકિચાટ અનુભવતા હતા, પરંતુ જ્યારે અમેરિકાએ જીતનો દાવો કર્યો ત્યારે તેઓ જહાજો મોકલવા રાજી થયા હતા.
ખાડી દેશો: સાઉદી અરબ, UAE અને કતાર અત્યારે ‘ડિફેન્સિવ’ નીતિ અપનાવી રહ્યા છે અને ઈરાન સામે સીધી સૈન્ય કાર્યવાહીથી બચી રહ્યા છે.

ઈરાનને નબળું પાડવાનો દાવો અને નાટોને ચેતવણી

ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકી સેનાએ ઈરાનના ડ્રોન મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને ખર્ગ ટાપુ જેવા મહત્વના ઓઈલ ડેપો પર સફળ હુમલા કર્યા છે. તેમણે કહ્યું કે ઈરાન પાસે હવે મર્યાદિત મિસાઈલો અને ડ્રોન બચ્યા છે. ટ્રમ્પે આ મિશનની તુલના નાટો અને યુક્રેનની મદદ સાથે કરતા કહ્યું કે, જો અમેરિકા નાટો દેશોની રક્ષા કરી શકતું હોય, તો આ દેશોએ હોર્મુઝની સુરક્ષામાં મદદ કરવી જ જોઈએ. તેમણે ટકોર કરી હતી કે મુસીબતના સમયે કયા દેશોએ સાથ નથી આપ્યો તે અમેરિકા હંમેશા યાદ રાખશે.

Oman Cargo Ship Attack MEA ઓમાનમાં ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલા મુદ્દે વિદેશ મંત્રાલય લાલઘૂમ હુમલાને ગણાવ્યો ‘અત્યંત નિંદનીય અને અસ્વીકાર્ય’, ખલાસીઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી
Xi Jinping Middle East Warning હોર્મુઝની સામુદ્રધુની અને તેલ સંકટ પર ચિંતા પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા ચીન મેદાને ; વિશેષ દૂતને આ ત્રણ દેશમાં મોકલશે
Oman Coast Cargo Ship Attack ઓમાન કિનારે ભારતીય માલવાહક જહાજ પર ડ્રોન હુમલો ગુજરાતના ખલાસીનું કરુણ મોત, ૧૩ સભ્યોનો આબાદ બચાવ
India China Tunnel Boring Machine અમેરિકાચીન ચિપ વોરની ભારત પર અસર ટનલ બોરિંગ મશીનોના સપ્લાયમાં વિલંબથી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સની ગતિ ધીમી પડવાની આશંકા
Exit mobile version