Site icon News Continuous Bureau | Mumbai

આ ભારતીય વ્યક્તિએ રચ્યો સુવર્ણ ઇતિહાસ; ઑલિમ્પિક માટે જિમ્નેસ્ટિક્સના જજ બનનાર પ્રથમ ભારતીય બન્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

ભારતના જિમ્નેસ્ટિક્સના જજ દીપક કાબરા ટોકિયોઑલિમ્પિકમાં ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. તેઓ આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સમાં નિર્ણાયક તરીકે જોડાશે. જિમ્નેસ્ટિક્સમાં પહેલીવાર કોઈ ભારતીય નિર્ણાયક ઑલિમ્પિકમાં સામેલ થવા જઈ રહ્યા છે. આ વર્ષે ટોકિયો ઑલિમ્પિક  રમતોત્સવ 23 જુલાઈથી 8ઑગસ્ટ દરમિયાન યોજાવાનો છે. ભારતના 120 ખેલાડીઓ 18 રમતોમાં ભાગ લઈ રહ્યા છે. તેમનો માત્ર એક ખેલાડી જિમ્નેસ્ટિક્સમાં ભારતનું પ્રતિનિધત્વ કરશે.

ભારતની સ્ટાર જિમ્નેસ્ટિક્સ પ્લેયર દીપા કર્મકરે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે “ઑલિમ્પિક  ગેમ્સમાં જિમ્નેસ્ટિક્સમાં નિર્ણાયક તરીકે પસંદગી પામેલા પ્રથમ ભારતીય! દીપક કાબરાને આ અદ્ભુત સિદ્ધિ બદલ અભિનંદન અને ટોકિયો2020ની શુભકામનાઓ.” આ વખતે ભારતના પ્રણતિ નાયક ઑલિમ્પિકમાં જિમ્નેસ્ટિક્સ માટે ક્વૉલિફાય થયા છે.

સારા સમાચાર : પ્રદૂષણ નિયંત્રણમાં લાવવા મહારાષ્ટ્ર સરકારની ઈ-વાહનો માટે નવી પૉલિસી, નવા વાહન ખરીદનારા ગ્રાહકોને મળશે આ ફાયદો; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં રહેતા દીપક કાબરાને વર્ષ 2019માં એશિયન જિમ્નેસ્ટિક્સ ટેક્નિકલ સમિતિમાં પણ સભ્ય તરીકે સામેલ કરવામાં કરવામાં આવ્યા હતા. 2019માં યોજાયેલી એશિયન ચૅમ્પિયનશિપમાંતે મુખ્ય નિર્ણાયક તરીકે જોડાયા હતા.

આ ઉપરાંત દીપક કાબરા પહેલાં, રાષ્ટ્રીય રાઇફલ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના સંયુક્ત સચિવ પવન સિંહની પણ ટોકિયો ઑલિમ્પિક્માં નિર્ણાયક તરીકે પસંદગી કરવામાં આવી હતી. શૂટિંગમાં નિર્ણાયક તરીકે ઑલિમ્પિકમાં પ્રવેશ કરનાર તે પહેલા ભારતીય હતા.

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Exit mobile version