કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનલ મોઈસીની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કેટલાક અજાણ્યા શખ્સે તેમના ઘરમાં ઘુસી રાષ્ટ્રપતિ તેમજ તેમના પત્ની પર ગોળી ચલાવી હતી. ગોળીબારમાં રાષ્ટ્રપતિનું ત્યાં જ મોત થયું હતું જ્યારે તેમની પત્નનીને ગંભીર ઇજા પહોંચી છે.
દેશમાં વચ્ચગાળાના વડાપ્રધાને આ હુમલાની નિંદા કરી છે અને કહ્યુ કે, તે ઘૃણાસ્પદ અને અમાનુષી કૃત્ય હતું.
આ સાથે લોકોને સંયમ જાળવવા અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષની શરૂઆતમાં હૈતીમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન થયા હતા. મોઇસની રાષ્ટ્રપતિ પદના સમયગાળાને લઇ હજારોની સંખ્યામાં લોકો ફેબ્રુઆરીમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.
