ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર, 2021
ગુરુવાર
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રોકાણ માટે જાણીતી કંપની ના માલિક અને સ્ટોક ઇન્વેસ્ટર્સ અને એનાલીસ્ટ એવા માર્ક મોબિયસે ભારત દેશ માટે શેર બજાર અંગે સારો અભિપ્રાય આપ્યો છે. આ ઉપરાંત તેમણે પોતાના ઇન્વેસ્ટમેન્ટ ફંડમાંથી અડધો હિસ્સો ભારત અને તાઈવાનના બજારમાં ઠાલવી દીધો છે. એક મીડિયા સહુને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ભારત દેશ માં લાંબી તેજીના મંડાણ થઈ ચૂક્યા છે તેમજ આગામી 50 વર્ષ મહત્વપૂર્ણ રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ચીનમાં હવે તેજી આથમી ચૂકી છે અને ભારત બરાબર તે જગ્યાએ ઊભું છે જ્યાં આજથી ૧૦ વર્ષ પહેલા ચીન હતું.
