Site icon News Continuous Bureau | Mumbai

Heart-wrenching Tribute: ‘લોહીથી ખરડાયેલા દફતર અને માસૂમ ચહેરા…’ ઇસ્લામાબાદ શાંતિ વાર્તા પહેલા ઈરાની સ્પીકરે શહીદ બાળકોને આપી અશ્રુભીની શ્રદ્ધાંજલિ

Heart-wrenching Tribute: ‘મીનાબ 168’ ડેલિગેશન સાથે ઇસ્લામાબાદ પહોંચ્યા મોહમ્મદ બાગેર ગલિબાફ; ફ્લાઈટની સીટો પર બાળકોના ફોટા અને બૂટ રાખી વિશ્વને બતાવ્યો યુદ્ધનો ઘા.

Heart-wrenching Tribute Iran’s Speaker Qalibaf shares photos of school children killed in US-Israeli strikes ahead of Peace Talks.

Heart-wrenching Tribute Iran’s Speaker Qalibaf shares photos of school children killed in US-Israeli strikes ahead of Peace Talks.

News Continuous Bureau | Mumbai

અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાનારી નિર્ણાયક શાંતિ વાર્તા પહેલા એક અત્યંત ભાવુક તસવીર સામે આવી છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગલિબાફે ફ્લાઈટની અંદરની એક તસવીર શેર કરી છે, જેમાં તેઓ ૨૮ ફેબ્રુઆરીએ ઈરાનના મીનાબ શહેરની શાળા પર થયેલા હુમલામાં જીવ ગુમાવનારા ૧૬૦થી વધુ બાળકોને યાદ કરી રહ્યા છે.ગલિબાફે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરમાં જોવા મળે છે કે ફ્લાઈટની સીટો પર માસૂમ બાળકોના ફોટા, લોહીથી ખરડાયેલા તેમના સ્કૂલ બેગ અને નાના જૂતા રાખવામાં આવ્યા છે. દરેક સીટ પર એક ફૂલ પણ રાખવામાં આવ્યું છે. ગલિબાફે આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે – ‘મારા આ પ્રવાસના સાથી’.

Join Our WhatsApp Channel

મીનાબ હુમલો: ઈરાન માટે ક્યારેય ન ભરાનારો ઘા

૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ઇઝરાયેલ અને અમેરિકાના લશ્કરી હુમલામાં મીનાબ શહેરની એક કન્યા શાળાને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં ૧૬૦થી વધુ બાળકીઓના મોત થયા હતા. આ હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. ગલિબાફ આ તસવીરમાં બાળકોના ફોટા અને સામાનને અત્યંત ગંભીરતાથી નિહાળતા જોવા મળે છે, જે દર્શાવે છે કે ઈરાન આ હુમલાને ક્યારેય ભૂલી શકશે નહીં.

આ સમાચાર પણ વાંચો : Vaishno Devi Yatra 2026: વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની મોટી જાહેરાત, 3 નવી સુવિધાઓથી શ્રદ્ધાળુઓને મળશે મોટી રાહત

“વાતચીત પ્રામાણિકતાથી, પણ અમેરિકા પર ભરોસો નથી”

ઇસ્લામાબાદ પહોંચ્યા બાદ ગલિબાફે સ્પષ્ટ કર્યું કે, ઈરાન આ શાંતિ વાર્તામાં પૂરી પ્રામાણિકતા સાથે ભાગ લઈ રહ્યું છે, પરંતુ તેમને અમેરિકા પર જરાય ભરોસો નથી. તેમણે કહ્યું કે, “ભૂતકાળના અનુભવો પ્રોત્સાહક રહ્યા નથી. ઈરાન જ્યારે વાટાઘાટોની પ્રક્રિયામાં હતું ત્યારે જ તેના પર હુમલા કરવામાં આવ્યા હતા.” આ નિવેદન દર્શાવે છે કે ઈરાન અત્યંત સાવધ રહીને આગળ વધી રહ્યું છે.

પૂર્વ શરતો સ્વીકાર્યા બાદ જ ઔપચારિક વાર્તા

ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી અમેરિકા તેમની પૂર્વ શરતો (જેમ કે લેબનોનમાં સીઝફાયર અને ફ્રીઝ કરેલી મિલકતોની મુક્તિ) સ્વીકારશે નહીં, ત્યાં સુધી ઔપચારિક સમજૂતી શક્ય નથી. ઈરાનના પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અલી અકબર અહમદીન જેવા દિગ્ગજો પણ સામેલ છે, જે આ બેઠકનું મહત્વ સૂચવે છે.

 

Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Russian Diesel Deal Trump Opposition રશિયા સાથે ડીઝલ ડીલ મામલે ટ્રમ્પ સામે અમેરિકી સેનેટમાં વિરોધ, ૧૮ ઓક્ટોબર કેમ બની ગઈ ભારત માટે સૌથી મહત્વની તારીખ?
MT Petro Dolphin Drone Attack Hormuz હોર્મુઝની ખાડીમાં જહાજ પર ભયાનક એટેક! ઓઇલ ટેન્કર પરથી ૨ ભારતીય નાવિકો ગુમ FSUI ની વિદેશ મંત્રાલયને ઈમરજન્સી અપીલ
Bill Gates AI Regulations Statement શું AI હાથમાંથી નીકળી જશે? બિલ ગેટ્સે રેગ્યુલેશનનો રોડમેપ આપ્યો “દરેક શક્તિશાળી શોધની જેમ AI ને પણ કાયદાની જરૂર છે”
Exit mobile version