ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 15 ઓક્ટોબર, 2021
શુક્રવાર
અફઘાનિસ્તાનના કંદહારમાં આવેલ શિયા મસ્જિદ પર ફરી પાછો હુમલો થયો છે.
આ હુમલા અંગે અફઘાનની સ્થાનિક પોલીસે માહિતી આપી છે કે હુમલામાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને 40 થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ મસ્જિદ બીબી ફાતિમા મસ્જિદ અને ઇમામ બરગાહ તરીકે ઓળખાય છે.
કહેવામાં આવી રહ્યું છે કે બોમ્બ વિસ્ફોટ શુક્રવારની નમાઝ દરમિયાન થયો હતો.
જોકે અત્યાર સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
ઉલ્લેખનીય છે કે 8 ઓક્ટોબરે શિયા મસ્જિદ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા હતા. આ બ્લાસ્ટ આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવ્યો હતો.
અફઘાનિસ્તાથી કાંદાની આયાત ચાલુઃ છતાં કાંદા આંખે પાણી લાવશે.જાણો વિગત