News Continuous Bureau | Mumbai
Ahlan Modi Program: સંયુક્ત આરબ અમીરાત ( UAE ) માં હવામાનનો મિજાજ બગડ્યો છે. 12 ફેબ્રુઆરીની રાત્રે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ( Heavy Rainfall ) થયો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમજ સરકારી અધિકારીઓએ ખાનગી ક્ષેત્રની કંપનીઓને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. ખરાબ હવામાન વચ્ચે જ પીએમ મોદીની ( PM Modi ) અબુ ધાબીની મુલાકાતની તૈયારીઓ પણ ચાલી રહી છે.
The streets of Dubai became flooded following heavy rains as many other cities in UAE receive weather warnings
pic.twitter.com/dLdCEVlAan— World Observer (@WorldNews_Info_) February 13, 2024
UAEના માનવ સંસાધન અને અમીરાત મંત્રાલય ( MOHRI ) એ ખરાબ હવામાનને લઈને Instagram પર એક પોસ્ટ શેર કરી છે. મંત્રાલયે UAEની ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાનું ધ્યાન રાખવા જણાવ્યું છે. મંત્રાલયે કહ્યું હતું કે, “આઉટડોર વર્ક દરમિયાન કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સલામતીની કાળજી લેવી જરૂરી છે, કારણ કે દેશમાં હજી વધુ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.” વધુમાં, અમીરાત સ્કૂલ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે, ખરાબ હવામાનને કારણે શાળાઓમાં ઓનલાઈન ક્લાસ ચાલુ રાખશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે UAE જવા રવાના થયા હતા..
મિડીયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, ખરાબ હવામાને કારણે ‘અહલાન મોદી’ (હેલો મોદી) કાર્યક્રમનો શેડ્યુલ ટૂંકો કરવામાં આવ્યો છે. પીએમ મોદી જ્યાં સંબોધન કરશે તે સભામાં લોકોની સંખ્યા 80 હજારથી ઘટાડીને હવે 35 હજાર કરી દેવામાં આવી છે. “અબુધાબીના ( Abu Dhabi ) ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદીના સૌથી મોટા પ્રવાસી કાર્યક્રમોમાંની એકની તૈયારીઓ સારી રીતે ચાલી રહી હતી.
આ સમાચાર પણ વાંચો : Defamation Case: તેજસ્વી યાદવને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં દાખલ આ માનહાનિનો કેસ કર્યો રદ્દ..
અહલાન મોદી કાર્યક્રમના કોમ્યુનિકેશન હેડ એ મિડીયાને જણાવ્યું હતું કે ખરાબ હવામાન છતાં UAEમાં ભારતીયોનો ઉત્સાહ ઓછો થયો નથી. 12 ફેબ્રુઆરીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઢી હજારથી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો અને ગ્રાઉન્ડ રિહર્સલ માટે આવ્યા હતા.
નોંધનીય છે કે, ખરાબ હવામાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે UAE જવા રવાના થયા હતા. 14 ફેબ્રુઆરીના રોજ અબુ ધાબીમાં નવનિર્મિત ભવ્ય BAPS હિન્દુ મંદિરનું ( BAPS Hindu temple ) ઉદ્ઘાટન કરશે. હાલ UAE ના મોટા ભાગોમાં ભારે વરસાદ, હિમવર્ષા પડવાથી સોમવારે દેશમાં સુરક્ષા ચેતવણી જારી કરવામાં આવી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
