Site icon

બ્રિટનમાં ફેલાઈ રહસ્યમય બિમારી. નવા વાયરસથી હેપેટાઈટીસના ૧૦૮ કેસ નોંધાયા

News Continuous Bureau | Mumbai

બ્રિટનમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રહસ્યમય વાયરસથી થતા હેપેટાઇટીસના(Hepatitis) ૧૦૮ કેસ(Cases) નોંધાયા છે. ખાસ વાત એ છે કે આ તમામ કેસ બાળકોના છે. આ સિવાય અમેરિકા, ઈઝરાયેલ, ડેનમાર્ક, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને સ્પેનમાં પણ રહસ્યમય વાયરસથી થતા હેપેટાઈટીસ ના કેસ નોંધાયા છે. હેપેટાઈટીસના આ કેસો એટલા ગંભીર છે કે ઘણા બાળકોએ લીવર ટ્રાન્સપ્લાન્ટનો(Transplant) સામનો પણ કર્યો છે. તબીબી જગત સાથે સંકળાયેલા લોકો પણ આ મામલાઓને લઈને ચિંતિત છે કારણ કે સામાન્ય વાયરસના(Common virus) કારણે આવું નથી થઈ રહ્યું. જોકે, બાર્સેલોનામાં(Barcelona) હિપેટોલૉજીના(Hepatology) પ્રોફેસર અને યુરોપિયન એસોસિએશન(European Association) ફોર ધ સ્ટડી ઑફ ધ લિવર પબ્લિક હેલ્થ કમિટીના(Public Health Committee) વડા મારિયા બૂટી એ કહ્યું છે કે હેપેટાઇટીસના આ કેસ હજુ પણ બહુ ઓછા છે. પરંતુ આ તમામ બાળકો સંબંધિત છે, તેથી આ બાબત ગંભીર છે. હેપેટાઈટીસના આ કેસો અંગે, પબ્લિક હેલ્થ સ્કોટલેન્ડના ડાયરેક્ટર જિમ મેકમિનામાને જણાવ્યું હતું કે એડીનોવાઈરસનું નવું મ્યુટન્ટ હેપેટાઈટીસને વધુ ગંભીર બનાવવા માટે જવાબદાર છે કે કેમ તે અંગે સંશોધન કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો હવે અભ્યાસ કરી રહ્યા છે કે શું આ સમસ્યા અન્ય કોઈ વાયરસ સાથે ભળવાને કારણે વધુ ગંભીર બની રહી છે. નિષ્ણાતો કોવિડ-૧૯ સાથે પણ આ વાયરસ થવાની શક્યતાઓ શોધવામાં વ્યસ્ત છે. જો કે, કોરોના રસી ના કારણે ગંભીર હેપેટાઇટીસની શંકાને ફગાવી દેવામાં આવી છે. કારણ કે ઈંગ્લેન્ડમાં જે બાળકો આ રોગથી પ્રભાવિત થયા છે તેઓ રસીકરણ ની ઉંમરમાં આવતા નથી. તેની પાછળનું એક કારણ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉન દરમિયાન સતત સામાજિક એકલતાના કારણે આ બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે. જેના કારણે હેપેટાઈટીસ રોગ ની ગંભીરતા વધી રહી છે. છેલ્લા કેટલાક સમયથી વિશ્વમાં રોગોનું ચક્ર ચાલી રહ્યું છે. માનવી હજુ સુધી એક રોગનો સામનો કરવામાં પણ સફળ નથી થયો કે બીજો નવો રોગ માથું ઉચકે છે. આ વખતે વિશ્વભરના ડોકટરો અને આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા લોકોના માથે હેપેટાઈટીસના ગંભીર કેસ સામે આવી છે. હેપેટાઈટીસ એ લીવર નો રોગ છે જેમાં લિવરમાં સોજો આવે છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે તાજેતરમાં ૧૩૦ થી વધુ નવા પ્રકારના હેપેટાઈટીસ નોંધાયા છે, જેમાંથી મોટાભાગના બ્રિટનના છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ચેતીને રહેજો. મેક્સિકોમાં ૬ વર્ષના બાળકે એનર્જી ડ્રિંક પીતા હાર્ટ એટેક આવ્યો – મૃત્યુ થયું. 

Donald Trump Iran Statement: ટ્રમ્પની ‘રેડ લાઈન’! ઈઝરાયેલ હવે ઈરાનના ગેસ ફિલ્ડ પર હુમલો નહીં કરે, પરંતુ કતર મામલે અમેરિકાનું વલણ કડક; જાણો વિગત..
India Russia Mediation: રશિયાનો ભારત પર અતૂટ વિશ્વાસ: ‘તાકાતવર દેશ’ ગણાવી ઈરાન-અમેરિકા યુદ્ધ રોકવા કરી અપીલ, શું પીએમ મોદી બનશે શાંતિદૂત?
Middle East Crisis: ઈરાન અને સાઉદી વચ્ચે તલવારો ખેંચાઈ! ખાડીના મુસ્લિમ દેશોની ધીરજ ખૂટી, શું મધ્ય-પૂર્વમાં ફાટી નીકળશે લોહિયાળ જંગ?
Global Oil Crisis: ઓઈલ માર્કેટમાં ભયંકર વિસ્ફોટ! ઈરાનનો રિયાધ અને કતર પર મિસાઈલ મારો, ક્રૂડ તેલના ભાવ આસમાને પહોંચવાની દહેશત.
Exit mobile version