Site icon News Continuous Bureau | Mumbai

Hormuz Crisis: ઈરાનના એક નિર્ણયથી ટ્રમ્પનો પારો સાતમા આસમાને! તેલના ટેન્કરો પર વસૂલાતો ‘ટોલ ટેક્સ’ બનશે યુદ્ધનું કારણ?

Hormuz Crisis: અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ બાદ ફરી તણાવ વધ્યો; ઈરાને હોર્મુઝની સામુદ્રધૂનીમાંથી પસાર થતા જહાજો પાસે ક્રિપ્ટોમાં ટેક્સ માંગતા ડોનાલ્ડ ટ્રમ્પે આપી કડક ચેતવણી.

Hormuz Crisis Donald Trump fumes over Iran’s 'Toll Tax' on oil tankers; says This is not the deal we made.

Hormuz Crisis Donald Trump fumes over Iran’s 'Toll Tax' on oil tankers; says This is not the deal we made.

News Continuous Bureau | Mumbai

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ પણ હોર્મુઝની સામુદ્રધૂનીમાં સ્થિતિ સામાન્ય થવાનું નામ નથી લઈ રહી. ઈરાને હોર્મુઝના માર્ગને હજુ સુધી સંપૂર્ણ રીતે ખોલ્યો નથી, અને હવે તે ત્યાંથી પસાર થતા તેલના ટેન્કરો પાસેથી ‘ટોલ’ વસૂલી રહ્યું હોવાના અહેવાલોથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા છે. ટ્રમ્પે ઈરાનના આ પગલાને ‘અશોભનીય’ ગણાવતા કહ્યું છે કે આ પ્રકારની વસૂલાત તે સમજૂતીનો ભાગ નથી જે અમે કરી હતી.સોશિયલ મીડિયા પર પોતાની ચિંતા વ્યક્ત કરતા ટ્રમ્પે લખ્યું કે, ઈરાન હોર્મુઝમાંથી તેલના પરિવહન બાબતે ખૂબ જ ખરાબ કામ કરી રહ્યું છે. જો ઈરાન તેલના ટેન્કરો પાસેથી કોઈ પણ પ્રકારનો શુલ્ક વસૂલી રહ્યું હોય, તો તેણે આ પ્રક્રિયા અત્યારે જ બંધ કરી દેવી જોઈએ.

Join Our WhatsApp Channel

ક્રિપ્ટો કરન્સીમાં ટોલ અને ઈરાનનો નવો દાવ

અહેવાલો મુજબ, ઈરાની નૌસેનાએ હોર્મુઝમાંથી પસાર થતા જહાજો માટે કડક નિયમો બનાવ્યા છે અને ટોલ ટેક્સની રકમ ક્રિપ્ટો કરન્સીમાં ચૂકવવા દબાણ કર્યું છે. વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર, ઈરાન આ મહત્વના જળમાર્ગ પર પોતાનું સૈન્ય નિયંત્રણ જાળવી રાખીને મહેસૂલ વધારવા માંગે છે, જેનો અમેરિકા સખત વિરોધ કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો  Pakistan Israel Conflict: પાકિસ્તાનની હાલત ‘સૂંઢ વગરના હાથી’ જેવી! ઈઝરાયેલની ફટકાર પડતા જ મધ્યસ્થી બનવાના સપના ચૂર-ચૂર, રક્ષા મંત્રીએ બદલ્યા સૂર

હોર્મુઝમાં બિછાવેલી દરિયાઈ સુરંગોનું જોખમ

ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર, તેહરાને હોર્મુઝના માર્ગમાં દરિયાઈ સુરંગો બિછાવી દીધી છે. આનાથી તેલના પરિવહન પર ગંભીર ખતરો ઉભો થયો છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન યુદ્ધવિરામની શરતોનું પાલન નહીં કરે અને જળમાર્ગને સુરક્ષિત રીતે નહીં ખોલે, તો અમેરિકી સેના પહેલા કરતા પણ વધુ કઠોર અને ઘાતક કાર્યવાહી કરશે.

વૈશ્વિક તેલ બજારમાં ઉથલપાથલ

અમેરિકા અને ઈરાન વચ્ચેના આ વધતા તણાવને કારણે વૈશ્વિક તેલ બજારમાં ફરી અસ્થિરતા જોવા મળી રહી છે. MCX પર ક્રૂડ ઓઈલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી હોર્મુઝમાં સામાન્ય અવરજવર શરૂ નહીં થાય અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કાયમી ઉકેલ નહીં આવે, ત્યાં સુધી આર્થિક સંતુલન જોખમમાં રહેશે.

Rahul Gandhi Supreme Court March Detained પ્રિયંકા સાથે સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી રહેલા રાહુલ ગાંધીને પોલીસે અટકાવ્યા હજારોની જંગી ભીડ વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામા
Supreme Court Hearing On CEC Petitions ચૂંટણી પંચના વડાની મુશ્કેલીઓ વધી! સુપ્રીમ કોર્ટે લીધી ગંભીર નોંધ આ તારીખે થશે સુનાવણી
INS Mangrol Indian Navy ભારતીય નૌકાદળની તાકાતમાં મોટો વધારો એન્ટીસબમરીન વોરફેર વોરશિપ ‘માંગરોળ’ મુંબઈ નેવલ ડોકયાર્ડ ખાતે કમિશન
Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Exit mobile version