Site icon News Continuous Bureau | Mumbai

Hormuz Strait Controversy લેબનાન પર ઈઝરાયેલના હુમલાઓ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની અટકળો, ઈરાનના વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા

Hormuz Strait Controversy હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો છે ઈરાને ફગાવી દરિયાઈ માર્ગ બંધ કર્યાની અફવાઓ

Hormuz Strait Controversy  લેબનાન પર ઈઝરાયેલના હુમલાઓ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની અટકળો, ઈરાનના વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા

Hormuz Strait Controversy લેબનાન પર ઈઝરાયેલના હુમલાઓ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની અટકળો, ઈરાનના વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Hormuz Strait Controversy અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરાર પછી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ને લઈને ફરી ચર્ચાઓ ગરમાઈ છે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ દરિયાઈ માર્ગ વેપારી જહાજો માટે સંપૂર્ણપણે ખુલ્લો અને સુરક્ષિત છે.

Hormuz Strait Controversy – અફવાઓ અને ઈરાનનો ઈન્કાર

તાજેતરમાં ન્યૂયોર્ક પોસ્ટ જેવા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ માર્ગ બંધ કરી દીધો છે અને ધમકી આપી છે કે જ્યાં સુધી ઈઝરાયેલ લેબનાનમાંથી પાછળ ન હટે ત્યાં સુધી જહાજોને નિશાન બનાવવામાં આવશે. જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે અને સત્તાવાર રીતે જણાવ્યું છે કે દરિયાઈ માર્ગ ખુલ્લો છે અને જહાજોની અવરજવર (Movement) સામાન્ય રીતે ચાલુ છે.

Hormuz Strait Controversy – નવા નિયમો અને માર્ગનું વૈશ્વિક મહત્વ

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના લગભગ ૨૦% ઓઈલ અને ગેસ નિકાસ (Export) માટેનો સૌથી મહત્વનો માર્ગ છે. ઈરાનની પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટીએ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નવો નિયમ લાગુ કર્યો છે, જે મુજબ પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલાં ટ્રાન્ઝિટ રિક્વેસ્ટ (Transit Request) આપવી ફરજિયાત છે. અગાઉ હુમલાઓને કારણે આ માર્ગ બંધ થતાં વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવ (Fuel prices) ભડકે બળ્યા હતા. હવે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે પણ ઈરાની બંદરો પરથી નાકાબંધી (Blockade) હટાવી લીધી છે, જેના પગલે અહીંથી પસાર થતા જહાજોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

Hormuz Strait Controversy – લેબનાનમાં ઈઝરાયેલના હુમલા યથાવત

એક તરફ દરિયાઈ વેપાર પાટા પર ફરી રહ્યો છે, તો બીજી તરફ લેબનાનમાં સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. ઈઝરાયેલે તાજેતરમાં ૧૧ શહેરો પર હવાઈ હુમલા (Airstrikes) કર્યા છે, જેમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત અને ૩૩ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે હિઝબુલ્લાહને પાઠ ભણાવવા તેમની સેના લેબનાનમાં રહેશે. સામે પક્ષે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આક્ષેપ કર્યો છે કે ઈઝરાયેલ આખા વિસ્તારમાં કાયમી યુદ્ધ (Permanent war) ની સ્થિતિ જાળવી રાખવા માંગે છે.

👉 આ સમાચાર વાચો:
Gold and Silver Price સોનાચાંદીના ભાવમાં મોટો ઘટાડો આજે ૨૪ કેરેટ સોનું ₹૧,૪૬,૦૦૦ ની નીચે, જાણો તમારા શહેરના ભાવ

Oman Cargo Ship Attack MEA ઓમાનમાં ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલા મુદ્દે વિદેશ મંત્રાલય લાલઘૂમ હુમલાને ગણાવ્યો ‘અત્યંત નિંદનીય અને અસ્વીકાર્ય’, ખલાસીઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી
Xi Jinping Middle East Warning હોર્મુઝની સામુદ્રધુની અને તેલ સંકટ પર ચિંતા પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા ચીન મેદાને ; વિશેષ દૂતને આ ત્રણ દેશમાં મોકલશે
Oman Coast Cargo Ship Attack ઓમાન કિનારે ભારતીય માલવાહક જહાજ પર ડ્રોન હુમલો ગુજરાતના ખલાસીનું કરુણ મોત, ૧૩ સભ્યોનો આબાદ બચાવ
India China Tunnel Boring Machine અમેરિકાચીન ચિપ વોરની ભારત પર અસર ટનલ બોરિંગ મશીનોના સપ્લાયમાં વિલંબથી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સની ગતિ ધીમી પડવાની આશંકા
Exit mobile version