Site icon News Continuous Bureau | Mumbai

Hormuz Strait Drone Attack દરિયામાં ફરી વધ્યો તણાવ હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજો પર હુમલો કરવા ઈરાને ડ્રોન દાગ્યા, અમેરિકી સેનાએ હવામાં જ તોડી પાડ્યા

Hormuz Strait Drone Attack ભારતીય જહાજો પર પણ હુમલાનો ડોનાલ્ડ ટ્રમ્પનો ગંભીર આરોપ 'સેન્ટકોમ' દ્વારા વનવે એટેક ડ્રોન તોડી પાડવાની પુષ્ટિ, ભારત અને ઈરાન હજુ મૌન

Hormuz Strait Drone Attack  દરિયામાં ફરી વધ્યો તણાવ હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજો પર હુમલો કરવા ઈરાને ડ્રોન દાગ્યા, અમેરિકી સેનાએ હવામાં જ તોડી પાડ્યા

Hormuz Strait Drone Attack દરિયામાં ફરી વધ્યો તણાવ હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજો પર હુમલો કરવા ઈરાને ડ્રોન દાગ્યા, અમેરિકી સેનાએ હવામાં જ તોડી પાડ્યા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Hormuz Strait Drone Attack વ્યૂહાત્મક અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ માં લશ્કરી તણાવ એકાએક ફરી ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકી સેનાએ એક સત્તાવાર અને ચોંકાવનારો દાવો કર્યો છે કે, તેણે સમુદ્રી માર્ગમાંથી પસાર થઈ રહેલા કોમર્શિયલ (વેપારી) જહાજોને નિશાન બનાવવા જઈ રહેલા ઈરાનના કેટલાય ઘાતક ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે. આ સૈન્ય સંઘર્ષ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજો પર પણ ડ્રોન હુમલાની કોશિશ કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે.

Hormuz Strait Drone Attack – અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ તોડી પાડ્યા ઈરાનના ‘વન-વે એટેક ડ્રોન’

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા સોશિયલ મીડિયા પર જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, ઈરાને આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોને નુકસાન પહોંચાડવાના ઈરાદે હોર્મુઝ સ્ટ્રેટમાં કેટલાય ‘વન-વે એટેક ડ્રોન’ (Suicide Drones) લોન્ચ કર્યા હતા. અમેરિકી વાયુસેના અને નૌસેનાના જવાનોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ તમામ ડ્રોનને રસ્તામાં જ તોડી પાડીને નષ્ટ કરી દીધા હતા. રોયટર્સ (Reuters) ના અહેવાલ મુજબ, અમેરિકી સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે આ ડ્રોન આંતરરાષ્ટ્રીય સમુદ્રી ટ્રાફિક અને નાવિકોની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે તેમ હતા. સેન્ટકોમે ઉમેર્યું કે હાલમાં આ વૈશ્વિક દરિયાઈ ગલીયારો સુરક્ષિત રીતે ખુલ્લો છે અને જહાજોની અવરજવર ચાલુ છે.

Hormuz Strait Drone Attack – ડોનાલ્ડ ટ્રમ્પની ‘ટ્રુથ સોશિયલ’ પર ઈરાનને ખુલ્લી ચેતવણી: ભારતીય જહાજો પર હુમલો અસ્વીકાર્ય

આ તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર ઈરાન વિરૂદ્ધ આક્રોશ ઠાલવ્યો છે. ટ્રમ્પે ખુલ્લો આરોપ લગાવતા લખ્યું કે, “હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો પર ઈરાન દ્વારા કરવામાં આવેલો ડ્રોન હુમલો સંપૂર્ણપણે અસ્વીકાર્ય (Unacceptable) છે. ઈરાને તેના આ આક્રમક વલણમાં તાત્કાલિક સુધારો કરવો પડશે નહીંતર તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.” જો કે, આ અઠવાડિયે હોર્મુઝ અથવા ઓમાનની ખાડી નજીક કોઈ ભારતીય ધ્વજ ધરાવતા (Indian-flagged) જહાજ પર ડ્રોન હુમલો થયો હોવા અંગે નવી દિલ્હી કે તેહરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

Hormuz Strait Drone Attack – ભારત અને અમેરિકા વચ્ચે રાજદ્વારી તણાવ, વિદેશ મંત્રી જયશંકરે નોંધાવ્યો વિરોધ

સમુદ્રમાં ડ્રોનબાજીની આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારતે આ જ અઠવાડિયામાં નવી દિલ્હી ખાતે અમેરિકી રાજદ્વારીને બીજી વખત તલબ કરીને ઓમાનની ખાડીમાં ભારતીય ક્રૂ સભ્યો ધરાવતા ત્રણ વેપારી જહાજો પર અમેરિકી નૌસેનાની કાર્યવાહી સામે કડો વિરોધ નોંધાવ્યો છે, જેમાં ત્રણ ભારતીય નાવિકોના મોત થયા હતા. આ ગંભીર મુદ્દે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર કડક શબ્દોમાં વાત કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વૈશ્વિક કટોકટી વચ્ચે આગામી G7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષામાં ભારતની સંભવિત ભૂમિકાને લઈને મોટું મંથન થવાની શક્યતા સેવાઈ રહી છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Local Train Attack મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ બાબતે થયેલા ઝઘડામાં યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, રેલ્વે પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ

Captain Smit Machchhar Skull Fracture Details માથા પાછળ અસંખ્ય ટાંકા અને મોત સામે બે વાર ટક્કર! ૧૭૪ મુસાફરોનો જીવ બચાવનાર ગુજરાતી કેપ્ટનની અવિશ્વસનીય કહાણી
US Immigrants Exit White House Claim ૨૩ લાખ લોકો ગયા અને અમેરિકન બિઝનેસ ઠપ…. માસ ડિપોર્ટેશન વચ્ચે વર્કર્સની એવી તંગી સર્જાઈ કે માલિકો માથે હાથ દઈ બેઠા; જાણો વિગત
Super El Nino Global Threat તાપમાનના તમામ રેકોર્ડ તૂટશે અને ફેલાશે ભૂખમરો! સુપર અલ નીનો સામે વિશ્વ કેટલું તૈયાર? જુઓ ચોંકાવનારો રિપોર્ટ
CJP Supports Congress Rally કોંગ્રેસ અને CJP હાથ મિલાવશે! ૧ નવેમ્બરની રૅલી પૂર્વે અભિજીત દિપકેની જાહેરાતથી શાસક પક્ષની વધી ચિંતા…
Exit mobile version