ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સંકટ ઘેરી બની રહ્યું છે.
આખરે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં મિલિટ્રી ઓપરેશનની જાહેરાત કરી દીધી છે.
આજે સવારે Donetskમાં પાંચ વિસ્ફોટથતાં યુદ્ધની શરૂઆત થઈ ગઈ હોવાની શંકા વધુ તેજ બની છે.
આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યૂક્રેન પર ઇમરજન્સી મીટિંગ શરૂ થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આ અઠવાડિયામાં બીજી મીટિંગ છે.
