Site icon

આ તે કેવી ફૂટબોલ મેચ- હાર્યા પછી રમખાણ થયું- ૧૭૭ ના મોત

News Continuous Bureau | Mumbai

એક ફૂટબોલ મેચ(Football match) દરમિયાન એટલી ભયંકર હિંસા થશે તેની કોઈને સપને ખ્યાલ નહિ હોય અને આ હિંસામાં(violence) અનેક લોકોના જીવ હોમાઈ ગયા અને જેની જો સંખ્યા જોઈએ એતો વિચારી જ ન શકાય અને આટલી બધી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે તેના વિશે જાણવું પણ વિચારવા જેવું છે અને આ વાત છે ઈન્ડોનેશિયાની(Indonesia). અહીં મેચ દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ૧૭૪ લોકોએ જીવ ગુમાવ્યા. આ ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે. 

Join Our WhatsApp Community

એક ટીમ મેચ હારી ગયા બાદ આ હિંસા ભડકી ઉઠી હતી. એએફપી ન્યૂઝ એજન્સીએ(AFP news agency) પોલીસના હવાલે આ જાણકારી આપી. પૂર્વ જાવામાં એક મેચ દરમિયાન ટીમ હારી જતા નારાજ થયેલા ફેન્સે ફૂટબોલ મેદાન(Football field) પર પહોંચીને હુમલો કર્યો. મૃતકોમાં બે પોલીસકર્મી પણ સામેલ છે. ન્યૂઝ એજન્સીએ પૂર્વ જાવાના પ્રમુખ નિકો અફિન્ટાના(nico afinta) હવાલે જણાવ્યું કે સ્ટેડિયમની અંદર જ ૩૪ લોકોએ જીવ ગુમાવ્યા. બાકીના લોકોના હોસ્પિટલમાં મોત થયા.

આ સમાચાર પણ વાંચો : જમીન પર ગોળી ચલાવી અને આસમાનમાં વિમાન વિંધાયું- બધાના જીવ તાળવે ચોંટયા- જાણો વિગતે

ઈન્ડોનેશિયામાં Persebaya Surabaya એ Arema FC  ને ૩-૨થી હરાવીને ફૂટબોલ મેચ(Football match) જીતી લીધી હતી. ત્યારબાદ Arema FC ના હજારો ફેન્સ મેદાનમાં ઘૂસી ગયા અને હિંસા શરૂ કરી દીધી. સ્થાનિક પોલીસ અને ઈન્ડોનેશિયાના સશસ્ત્ર દળો(Armed Forces) મેદાનમાં પહોંચ્યા અને Persebaya Surabaya ના ખેલાડીઓને સુરક્ષા આપવામાં આવી. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ પીચ પર સુરક્ષાદળો અને ફેન્સ વચ્ચે ઝપાઝપી થઈ. 

આ દરમિયાન ફેન્સે સુરક્ષાકર્મીઓ પર વસ્તુઓ ફેંકવાની શરૂ કરી દીધી. ભીડને કાબૂમાં કરવા માટે ટીયરગેસના(teargas) શેલ છોડવામાં આવ્યા. પીટી લીગા ઈન્ડોનેશિયા બારુના અધ્યક્ષ અખમદ હદિયન લુકિતાએ(Akhmad Hadian Lukita) આ ઘટના પર કહ્યું કે અમે આ ઘટનાથી ચિંતિત છીએ અને દુઃખ છે. અમે સંવેદના જતાવીએ છીએ અને આશા છે કે આ આપણા બધા માટે એક પાઠ હશે.

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version