Site icon News Continuous Bureau | Mumbai

IAF Outflanks PLAAF ‘ડ્રેગન’ થયું ફેલ! ગ્લોબલ એર પાવર રેન્કિંગમાં ભારતીય વાયુસેનાની ચીન પર મોટી જીત.

IAF Outflanks PLAAF WDMMA ના 'ટ્રુ વેલ્યુ રેટિંગ' માં ઇન્ડિયન એરફોર્સ વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના તરીકે યથાવત, પાકિસ્તાન રેસમાં ઘણું પાછળ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

IAF Outflanks PLAAF ભારતીય વાયુસેનાની (Indian Air Force) આક્રમક ક્ષમતા અને વ્યૂહાત્મક મજબૂતીની વૈશ્વિક સ્તરે ફરી એકવાર મોટી સ્વીકૃતિ થઈ છે. મિલિટરી એવિએશન પર નજર રાખતી પ્રતિષ્ઠિત સંસ્થા WDMMA (World Directory of Modern Military Aircraft) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે ગ્લોબલ એર પાવર રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય લિસ્ટમાં ભારતે મોટો ઉલટફેર કરીને ચીનની વાયુસેનાને (PLAAF) ગુણાત્મક રેન્ટિંગમાં પાછળ છોડી દીધી છે, જેનાથી પડોશી દેશ ચીનના લશ્કરી નિષ્ણાતોમાં ભારે આક્રોશ અને ગભરાટ જોવા મળી રહ્યો છે.

IAF Outflanks PLAAF – શું છે WDMMA નું વિશેષ ‘ટ્રુ વેલ્યુ રેટિંગ’ અને કેમ ચીન હાર્યું?

WDMMA સંસ્થા દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, આ રેન્કિંગ માત્ર વિમાનોની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવતું નથી, પરંતુ તે માટે એક ખાસ ફોર્મ્યુલા ‘ટ્રુ વેલ્યુ રેટિંગ’ (True Value Rating – TvR) નો ઉપયોગ થાય છે. આ રેટિંગ ફ્લાઇટની ગુણવત્તા, લોજિસ્ટિક્સ સપોર્ટ, આધુનિકીકરણ, એર-ટુ-એર રિફ્યુઅલિંગ ક્ષમતા અને એટેક બેલેન્સના આધારે ગણવામાં આવે છે. ચીન પાસે ૩,૭૩૩ થી વધુ સૈન્ય વિમાનો હોવા છતાં તેનું રેટિંગ ૬૩.૮ રહ્યું, જ્યારે ભારતે પોતાના ૧,૭૧૬ અત્યાધુનિક વિમાનોના સચોટ સંતુલન અને પ્રહાર ક્ષમતાના દમ પર ૬૯.૪ નો સ્કોર મેળવીને ચીનને માત આપી છે.

IAF Outflanks PLAAF – સ્વતંત્ર વાયુસેનાની યાદીમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબરે, પાકિસ્તાન ક્યાંય રેસમાં નથી

વૈશ્વિક સ્તરે મિલિટરી એર આર્મ્સની એકંદર યાદીમાં ભારતીય વાયુસેના છઠ્ઠા સ્થાને છે, કારણ કે પ્રથમ પાંચ સ્થાનોમાંથી ચાર પર એકલા અમેરિકાની અલગ-અલગ સૈન્ય શાખાઓ (યુએસ એરફોર્સ, યુએસ નેવી, યુએસ આર્મી, યુએસ મરીન) અને ત્રીજા સ્થાને રશિયન એરફોર્સ છે. પરંતુ જો માત્ર સ્વતંત્ર રાષ્ટ્રીય વાયુસેનાની (Independent National Air Force) ગણતરી કરવામાં આવે, તો અમેરિકા અને રશિયા પછી ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના તરીકે સતત પાંચમા વર્ષે ઉભરી આવ્યું છે. આ રેન્કિંગમાં ભારતની સામે ચીન અને પાકિસ્તાનની જુગલબંદી સંપૂર્ણ ફ્લોપ સાબિત થઈ છે, જ્યાં પાકિસ્તાન એરફોર્સ (PAF) ૪૬.૩ ના નબળા સ્કોર સાથે ૧૮મા સ્થાને ફેંકાઈ ગયું છે.

IAF Outflanks PLAAF – રાફેલ અને તેજસ જેવા વિમાનોની એન્ટ્રીથી ભારતીય સેના બની વધુ ઘાતક

સંરક્ષણ વિશ્લેષકોના મતે, ફ્રાન્સ પાસેથી મળેલા ૪.૫ જનરેશનના રાફેલ (Rafale Fighter Jets) લડાકુ વિમાનો, સ્વદેશી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ (Tejas Mark-1A) ના ઓર્ડર્સ અને સુખોઈ-30 MKI ના સતત અપગ્રેડેશનને કારણે ભારતીય વાયુસેનાની પ્રહાર ક્ષમતા અત્યંત ઘાતક બની છે. જો કે, એરફોર્સ હાલમાં પોતાના મંજૂર થયેલા ૪૨ સ્ક્વોડ્રનની સામે ૨૯ સ્ક્વોડ્રનથી કામ કરી રહી છે, જેને પૂર્ણ કરવા માટે ભારત સરકાર વધુ ૧૧૪ રાફેલ વિમાનોની ખરીદી અને ૫મી જનરેશનના AMCA પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. ભારતીય સેનાના આ આધુનિકીકરણથી ભવિષ્યમાં ચીન સામે ભારતની એર સુપિરિયોરિટી (Air Superiority) વધુ મજબૂત બનશે.

👉 આ સમાચાર વાચો:
Gold Silver Price 13 July 2026 સુવર્ણ અવસર વ્હાઇટ હાઉસ અને મિડલ ઈસ્ટ વિવાદ વચ્ચે સોનાચાંદીના ભાવમાં તોતિંગ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ.

US Visa Fee Hike In Effect અમેરિકા જવું અને રહેવું આજથી વધુ મોંઘું! યુએસ સરકારે રાતોરાત વધારી દીધી ફી; જૂની ફી વાળી અરજીઓ રદ થશે
Pakistan Chairs IMF World Bank Board Of Governors જે દેશ પોતે લોન માટે કટોરો લઈને ફરે છે, તે જ સંભાળશે IMF ની કમાન! ૧૯૫૩ પછી પ્રથમવાર સંભાળશે બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષપદ!
China Issues Advisory On Pakistani Women દુલ્હન ટ્રેપ?! ડ્રેગને પોતાના જ યુવાનોને આપી કડક ચેતવણી? કહ્યું પાકિસ્તાની દુલ્હન લાવશો તો બરબાદ થઈ જશો!
India Greenfield FDI Surge ‘ચાઇના પ્લસ વન’ ની રેસમાં ભારતનો વિજયધ્વજ! ચીન કરતાં બમણું વિદેશી રોકાણ ખેંચી ભારતે બદલ્યો ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ નકશો
Exit mobile version