Site icon

રચાયો ઇતિહાસ : આઇસલૅન્ડની સંસદમાં મહિલાઓની બહુમતી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર 
આઇસલૅન્ડ મહિલા બહુમતીવાળી સંસદ ચૂંટનાર પ્રથમ યુરોપિયન દેશ બનીને ઇતિહાસ રચવા જઈ રહ્યો છે.
અંતિમ ચૂંટણી પરિણામો પર આધારિત અંદાજ મુજબ સંસદની 63માંથી 33 બેઠકો એટલે કે 52% બેઠકો મહિલાઓએ જીતી છે.
ઉલ્લેખનીય છે કે આમાં વર્ષ 2017માં યોજાયેલી અગાઉની ચૂંટણીઓ કરતાં સાત બેઠકોનો વધારો થયો છે.

આંતર-સંસદીય સંઘના આંકડા અનુસાર કોઈ પણ યુરોપિયન દેશ મહિલા સંસદસભ્યો માટે 50%ની સીમા પાર કરી શક્યો નથી. સ્વીડન 47% સાથે સૌથી નજીક છે.
અન્ય દેશોની જેમ આઇસલૅન્ડની સંસદમાં મહિલાઓ માટે કોઈ આરક્ષણ નથી. જોકે કેટલાક પક્ષોમાં ન્યૂનતમ મહિલા ઉમેદવારો જરૂરી હોય છે.

Join Our WhatsApp Community

પંજાબ ની વાર્તામાં નાટકીય વળાંક : કેપ્ટન અમરિંદર સિંહે અમિત શાહને મળવા સંદર્ભે આ મોટી વાત કહી.

આઇસલૅન્ડને લાંબા સમયથી લિંગ સમાનતામાં અગ્રેસર માનવામાં આવે છે. આઇસલૅન્ડને માર્ચમાં જાહેર થયેલા વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના રિપૉર્ટમાં સૌથી વધુ લિંગ સમાનતા ધરાવતા રાષ્ટ્ર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.

એ પણ ઉલ્લેખનીય છે કે આઇસલૅન્ડમાં સ્ત્રી અને પુરુષ બંનેને સમાન પેરેન્ટલ લીવ આપવામાં આવે છે. અહીં પુરુષો અને સ્ત્રીઓ માટે સમાન પગાર સંબંધિત પ્રથમ કાયદો 1961માં બનાવવામાં આવ્યો હતો. 1980માં મહિલા રાષ્ટ્રપતિની પસંદગી કરનાર એ વિશ્વનો પહેલો દેશ પણ હતો.

એવા પાંચ દેશો છે, જેમાં સંસદની ઓછામાં ઓછી અડધી બેઠકો મહિલાઓ દ્વારા ચૂંટાઈ આવી છે. નીચલા ગૃહમાં 61.3% મહિલાઓ સાથે રવાન્ડા મોખરે છે. ત્યાર બાદ ક્યુબા 53.4 ટકા, નિકારાગુઆ 50.6 ટકા, મૅક્સિકો અને UAE (યુનાઇટેડ અરબ એમિરેટ્સ) 50 ટકા છે.

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version