ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ , 29 એપ્રિલ 2021.
ગુરુવાર.
ભારત દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.ગયા અઠવાડિયાથી દરરોજ ત્રણ લાખથી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. એન્ટિજેન અને આરટી-પીસીઆર ટેસ્ટ પછી આવતા રિપોર્ટમાં મોટો તફાવત જણાય છે. લક્ષણો હોવા છતાં, ઘણા રિપોર્ટ નેગેટિવ આવે છે. જયારે લક્ષણો વિનાનાના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.
આ પૃષ્ઠભૂમિ સાથે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) એ ભારતમાં કોરોના પરીક્ષણ માટેની છ નવી પ્રક્રિયાઓને મંજૂરી આપી છે. હવેથી, એન્ટિજેન ,આરટી-પીસીઆર,ઉપરાંત 6 વધુ કિટનો ઉપયોગ કોરોના પરીક્ષણ માટે કરવામાં આવશે. જુદા જુદા દેશોમાં કોરોના પરીક્ષણ માટે વપરાટી કીટનો ઉપયોગ હવે ભારતમાં પણ કરવામાં આવશે. આ કીટના વપરાશમાટે કોઈ વેલિડિટી સમય નથી. દેશમાં કોરોના પરીક્ષણ કીટનો વધારો કરવા અને નવા કોરોના કેસોના પરીક્ષણને ઝડપી બનાવવાના લક્ષ્યાંક સાથે આ પગલું ભરવામાં આવ્યું છે.આઇસીએમઆરના આ નિર્ણયથી યુરોપ, જાપાન, દક્ષિણ કોરિયા,ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને વિશ્વ આરોગ્ય સંગઠનની સૂચિ દ્વારા ઘણા વૈશ્વિક સંગઠનોને લાભ થશે.
પહેલા કુંભમેળો જલ્દી પતાવવામાં આવ્યો હવે ચારધામ યાત્રા સંદર્ભે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો..
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) ને ડાયરેક્ટ માર્કેટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ઇમરજન્સી સૂચિમાં કોરિયા, જાપાન, ઑસ્ટ્રેલિયા , બ્રાઝિલ, યુરોપિયન યુનિયન અને વિશ્વ આરોગ્ય સંગઠનની એજન્સીઓ શામેલ છે. તે બધાને ભારતની કીટની માન્યતા માટે કોઈ પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં.