Site icon News Continuous Bureau | Mumbai

US Secretary Marco Rubio Taj Mahal| તાજમહેલની મુલાકાતે પહોંચેલા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો પર ઈરાનનો પલટવાર, નિવેદન વાયરલ

US Secretary Marco Rubio Taj Mahal| હૈદરાબાદ સ્થિત ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ; ડોનાલ્ડ ટ્રમ્પની 'સભ્યતા મિટાવવાની' ધમકી યાદ અપાવીને ઘેર્યું અમેરિકા

US Secretary Marco Rubio Taj Mahal| તાજમહેલની મુલાકાતે પહોંચેલા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો પર ઈરાનનો પલટવાર, નિવેદન વાયરલ

US Secretary Marco Rubio Taj Mahal| તાજમહેલની મુલાકાતે પહોંચેલા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો પર ઈરાનનો પલટવાર, નિવેદન વાયરલ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

US Secretary Marco Rubio Taj Mahal| ચાર દિવસના ભારતના સત્તાવાર પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સોમવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પત્ની સાથે દુનિયાની સાત અજાયબીઓમાં સામેલ તાજમહેલનો દીદાર કરવા આગ્રા પહોંચ્યા હતા. રુબિયોએ તાજમહેલ સામે પડાવેલી પોતાની અને પત્નીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ ઈરાને તેમના પર તીખો કટાક્ષ કર્યો છે. હૈદરાબાદ સ્થિત ઈરાની વાણિજ્ય દૂતાવાસે (Iranian Consulate) અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક જૂના નિવેદનનો હવાલો આપીને ટ્વિટ કર્યું છે કે, જો અમેરિકી વિદેશ મંત્રીને ઈતિહાસની ખબર હોત તો તેઓ ક્યારેય અહીં ફોટો ખેંચાવવા ન આવત.

ઈરાની પત્નીની યાદમાં ઈરાની વાસ્તુકારોએ બનાવ્યો હતો તાજમહેલ

ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તાજમહેલની તસવીર શેર કરતા લખ્યું છે કે, “જો રુબિયોને ઈતિહાસ કે સ્થાપત્યની થોડી પણ સમજ હોત, તો તેઓ અહીં ઉભા રહીને ક્યારેય પોઝ ન આપત. આ સ્મારક એક મુઘલ બાદશાહે પોતાની ‘ઈરાની પત્ની’ ના પ્રેમમાં બનાવડાવ્યું હતું અને તેને ઈરાનના જ પ્રતિભાશાળી વાસ્તુકારોએ (આર્કિટેક્ટ્સ) તૈયાર કર્યું હતું. વિડંબના જુઓ કે, આજે તેમની સરકાર તે જ ઈરાની સભ્યતા અને સંસ્કૃતિને પૃથ્વી પરથી મિટાવી દેવાની ધમકીઓ આપી રહી છે અને અન્ય સભ્યતાઓનું અપમાન કરી રહી છે.” ઈરાનનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યું છે.

તાજમહેલ સાથે જોડાયેલો છે ઈરાનનો અનોખો સંબંધ

ઈરાની દૂતાવાસનો આ કટાક્ષ ઈતિહાસના પાનાઓ સાથે સીધો જોડાયેલો છે. મુઘલ સ્થાપત્ય કલા અને ઈતિહાસ અનુસાર, બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહલની યાદમાં તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. મુમતાઝ મૂળભૂત રીતે ફારસી (ઈરાની) વંશની હતી. આ ઉપરાંત, તાજમહેલના નિર્માણમાં ભારત અને મિડલ ઈસ્ટના હજારો કારીગરોની સાથે-સાથે ફારસ એટલે કે તે સમયના ઈરાનના મુખ્ય વાસ્તુકારો અને ડિઝાઈનરોએ પણ આ ઈમારતને આ આખરી ઓપ આપવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. આથી જ તાજમહેલની વાસ્તુશિલ્પ શૈલી પર ઈરાની સંસ્કૃતિની ઊંડી છાપ જોવા મળે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ આપી ચૂક્યા છે સભ્યતા ખતમ કરવાની ધમકી

વાસ્તવમાં, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરમાં જ ઈરાન-અમેરિકા તણાવ દરમિયાન ઈરાની સભ્યતાને નષ્ટ કરવાની ખુલ્લી ધમકી આપી ચૂક્યા છે. ટ્રમ્પે ગત ૭ એપ્રિલે કહ્યું હતું કે, “જો પરમાણુ કરાર પર સહમતિ નહીં બને, તો આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ જશે.” આ નિવેદનની વૈશ્વિક સ્તરે કડક ટીકા થઈ હતી. આ અગાઉ રવિવારે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ રુબિયો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ટ્રમ્પે ભૂતકાળમાં ભારતને ‘નર્કનો દરવાજો’ (Hell Hole) કેમ કહ્યું હતું, ત્યારે તેઓ અસહજ દેખાયા હતા અને ડેમેજ કંટ્રોલ કરતા જણાવ્યું હતું કે ટ્રમ્પ ભારતના મોટા પ્રશંસક છે.

👉 આ સમાચાર વાચો:
Donald Trump Iran Warning| ઈરાન પર અમેરિકી સૈન્ય કાર્યવાહી બાદ ટ્રમ્પની મોટી ચેતવણી, મધ્યપૂર્વમાં મહાયુદ્ધના સંકેત?

Saudi Overturns Death Penalty સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે શ્રીલંકન હિન્દુ યુવકની ફાંસીની સજા કરી રદ સોશિયલ મીડિયા ટિપ્પણી વિવાદમાં મોટી રાહત
Kandahar Hijacking Aviation Security વિદેશી ધરતી પર ભારતીય સિક્યોરિટીનો પહેરો! કાઠમંડુ એરપોર્ટ પર ભારતીય એજન્સીઓ કેવી રીતે કરે છે કામ? જાણો રડાર પાછળની સુરક્ષા વ્યવસ્થા
Donald Trump Press Pass Ruling ડોનાલ્ડ ટ્રમ્પને ફેડરલ જજ તરફથી મોટો ઝટકો વ્હાઇટ હાઉસમાં પત્રકારોની એન્ટ્રી પુનઃસ્થાપિત, પ્રેસ ફ્રીડમનું હનન ગણાવ્યું
Marco Rubio India Visit વૈશ્વિક સંકટ વચ્ચે અમેરિકાનું ધ્યાન ભારત પર! વિદેશ મંત્રી માર્કો રુબિયો ગુજરાત અને મુંબઈ કેમ આવી રહ્યા છે? જાણો સુપરપાવરનો મોટો વ્યૂહાત્મક પ્લાન!
Exit mobile version