Site icon

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહારો, આ વખતે આતંકવાદ નહીં પણ આ મુદ્દા પર ઘેર્યું..

Illicit weapons supplied across border: India's veiled attack on Pak at UNSC

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહારો, આ વખતે આતંકવાદ નહીં પણ આ મુદ્દા પર ઘેર્યું..

News Continuous Bureau | Mumbai

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા છે. ભારતે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન સરહદ પારથી ભારતને ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ગેરકાયદેસર શસ્ત્રો અને લશ્કરી સાધનોની લેવડ-દેવડ અટકાવવા અંગેની જોરશોરથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે ભારતે પાકિસ્તાનને ઘેર્યું હતું.

Join Our WhatsApp Community

સરહદ પારથી ગેરકાયદેસર હથિયારોની સપ્લાય
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નિવાસી પ્રતિનિધિ રુચિરા કંબોજે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું કે ભારત સરહદ પારથી હથિયારોના ગેરકાયદે સપ્લાયના પડકારનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ડ્રોન દ્વારા ભારતમાં સરહદ પારથી હથિયારોની સપ્લાય કરવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો:  સુવિધા.. પશ્ચિમ રેલવે આ રૂટો વચ્ચે દોડાવશે સમર સ્પેશિયલ ટ્રેનો, એક ક્લિકમાં મેળવો ટ્રેનની વિગતવાર માહિતી

તેને અવગણી શકાય નહીં

પાકિસ્તાન પર નિશાન સાધતા કંબોજે કહ્યું કે કેટલાક દેશોએ આતંકવાદીઓ સાથે ગઠબંધન કર્યું છે. તેઓ ગેરકાયદેસર હથિયારોના પ્રસારમાં સામેલ છે. આ ગેરરીતિઓ માટે તેમને સીધા જ જવાબદાર ઠેરવવા જોઈએ. તેમણે કહ્યું કે હથિયારો અને લશ્કરી સાધનોની ગેરકાયદેસર નિકાસ એ આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન છે. આનાથી ભૌગોલિક રાજકીય તણાવ પણ થઈ શકે છે અને તેને અવગણી શકાય નહીં.

US India Tariff Deal: ભારતીય નિકાસકારોની લોટરી લાગી! ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 10% કરી, અમેરિકામાં મેડ-ઈન-ઈન્ડિયા વસ્તુઓ વેચવી હવે થશે સસ્તી..
PM Modi Israel Visit: ડ્રેગન અને પાકિસ્તાનની ઊંઘ ઉડશે! ઇઝરાયેલ સાથે અત્યાધુનિક લેઝર ટેકનોલોજીનો સોદો કરશે ભારત; પીએમ મોદીનો માસ્ટરપ્લાન
Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Exit mobile version