ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
જમ્મુ કાશ્મીરના ભાગલાવાદી નેતા અને હુરિયત કોન્ફરન્સના પૂર્વ અધ્યક્ષ સૈયદ અલી ગિલાનીનુ બુધવારની રાતે મોત થયા બાદ પાકિસ્તાને પણ શોક વ્યક્ત કર્યો છે.
પીએમ ઈમરાન ખાને ગિલાનીને ‘પાકિસ્તાની’ ગણાવતા દેશનો ઝંડો અડધી કાઢીએ ફરકાવ્યો. સાથે જ ઈમરાને એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો છે.
જોકે ઈમરાખાને ભારત સામે ઝેર ઓકવાની તક જવા દીધી નથી અને સાથે સાથે કહ્યું છે કે, ગિલાનીને ભારતે કેદમાં રાખ્યા હતા અને યાતનાઓ આપી હતી પણ ગિલાની મકકમ રહ્યા હતા. તેમણે કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકાર માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો.
