Site icon

ખુરશી બચાવવા માટે હવે ન્યાય પ્રણાલીના રસ્તે, પક્ષપલટાથી નારાજ PM ઈમરાન ખાને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય સંકટ ઘેરાયુ છે અને આ વખતે વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ખતરામાં છે. કારણ કે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. પક્ષપલટો અને તેના બળવાખોર સાંસદોએ ઈમરાનની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ જ કારણ છે કે હવે ઈમરાન ખાનની સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખટખટાવ્યો છે. ઈમરાન સરકારે સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરી છે કે, શું સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પક્ષ પક્ષપલટો કરનાર વડાપ્રધાન સામે અવિશ્વાસ પ્રસ્તાવના દિવસો પહેલા તેનું સમર્થન છોડી શકે છે? 

Join Our WhatsApp Community

સાથે જ ઈમરાન સરકારે સર્વોચ્ચ અદાલતને બંધારણની કલમ ૬૩-છનું અર્થઘટન કરવા પણ વિનંતી કરી છે. આ અરજી પક્ષપલટાના આધારે સાંસદોને ગેરલાયક ઠેરવવા સાથે સંબંધિત છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વી વતી એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાને આ અરજી દાખલ કરી છે. કલમ ૬૩-A જણાવે છે કે જાે કોઈ સાંસદ વડા પ્રધાન અથવા મુખ્ય પ્રધાન હોય તો પક્ષપલટાના આધારે ગેરલાયક ઠરી શકે છે.અન્યથા તેઓ મતદાનથી દૂર રહે છે.ઉલ્લેખનીય છે કે, ઈમરાન સરકાર પહેલાથી જ સંકેત આપી ચૂકી છે કે તે આ કલમનો ઉપયોગ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા માટે કરશે. 

આ સમાચાર પણ વાંચો : આ દેશમાં પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ-ડીઝલના વિતરણ માટે સેનાને ગોઠવવામાં આવી; અત્યાર સુધી લાઈનમાં ઉભેલા ત્રણ લોકોના મોત નિપજ્યા

ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચાર કરવા માટે શુક્રવારે નેશનલ એસેમ્બલીની બેઠક બોલાવવામાં આવશે. ૨૦૧૮માં વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ ઈમરાનની આ સૌથી મુશ્કેલ રાજકીય કસોટી હશે. નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈસરે રવિવારે વડા પ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે ૨૫ માર્ચ (શુક્રવાર) ના રોજ ગૃહનું સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. 

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના લગભગ ૧૦૦ સાંસદોએ ૮ માર્ચે નેશનલ એસેમ્બલી સચિવાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો. દેશમાં આર્થિક સંકટ અને મોંઘવારી માટે ઈમરાન સરકાર જવાબદાર હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર આવ્યું આમિર ખાનનું રિએકશન, ફિલ્મ ને લઇ ને કહી આ વાત; જાણો વિગત

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version