Site icon

ઈમરાન ખાનની ભૂતપૂર્વ પત્નીએ ઈમરાનને ટોણો માર્યો. કહ્યું ભારતના કપીલ શર્મા શો માં જતા રહો. ત્યાં સિદ્ધુની જગ્યા ખાલી પડી છે. જાણો શું છે સમગ્ર મામલો..

 

News Continuous Bureau | Mumbai 

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના નેતા ઈમરાન ખાને(Imran Khan) વડા પ્રધાન (PM Post)પદેથી રાજીનામું આપી દીધા બાદ હવે નવરા થઈ ગયા છે. ત્યારે તેમની ભૂતપૂર્વ પત્ની રેહમ ખાને તેમના પર કટાક્ષ કરતી એક ટ્વીટ કરીને તેમને ભારતના ‘કપિલ શર્માના શો’(The Kapil Sharma Show)માં જતા રહેવાની સલાહ આપી છે.

ઈમરાન ખાનની ભૂતપૂર્વ પત્ની એક ટીવી ચેનલ(TV channel) સાથે જોડાયેલી હતી. ઈમરાન ખાન સાથે પ્રેમ લગ્ન બાદ બહુ ટૂંકા સમયમાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. વખતોવખત રેહમ ખાન(Reham Khan) ઇમરાન ખાનની ટીકા કરવાથી પાછળ રહી હતી. હાલ ફરી એક વખત તેણે પોતાના ભૂતપૂર્વ પતી પર  કટાક્ષ કરતી ટવીટ(Tweet) કરી છે, તેને કારણે તે ફરી ચર્ચામાં આવી છે. વડા પ્રધાન પદ ગુમાવી ચૂકેલા ઈમરાનને તેણે વૈકિલ્પક કામ પર જોડાઈ જવાની આડકતો ઈશારો આપ્યો હતો.

 આ સમાચાર પણ વાંચો :  ઈમરાન ખાનનો મોટો દાવ. તમામ સાંસદોએ રાજીનામા ધરી દીધા અને મંજુર પણ થઈ ગયા. હવે વિપક્ષ વિહીન પાકિસ્તાન. તો શું ચૂંટણી થશે? જાણો પાકિસ્તાનમાં ચાલી રહેલા દાવપેચ વિશે..

રેહમે ટ્વીટ કરીને ઈમરાનને એવી સલાહ આપી છે કે ભારતમાં કપિલ શર્માના શો માં સિદ્ધુની જગ્યા ખાલી છે. વૈકિલ્પક કરીયર તરીકે તે આ શો માં જોડાઈ શકે છે.  

Exit mobile version