Site icon

Imran Khan Toshakhana case : પાકના પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી, તોશાખાના કેસમાં કોર્ટે ફટકારી 3 વર્ષની સજા અને આટલા વર્ષ ચૂંટણી લડવા પર લગાવ્યો પ્રતિબંધ..

Imran Khan Toshakhana case : તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા ફટકારી ત્યારે ઈમરાન ખાન અને તેમના વકીલ કોર્ટમાં હાજર ન હતા.

Imran Khan Toshakhana case : Ex-Pakistan PM Imran Khan gets 3-year jail in Toshakhana case, arrested

Imran Khan Toshakhana case : Ex-Pakistan PM Imran Khan gets 3-year jail in Toshakhana case, arrested

News Continuous Bureau | Mumbai

Imran Khan Toshakhana case : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાનને તોશાખાના કેસમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સાથે જ કોર્ટે ઈમરાન ખાન પર એક લાખ રૂપિયા સુધીનો દંડ પણ ફટકાર્યો છે. સજા સંભળાવ્યા બાદ ઈમરાન ખાનને પંજાબ પોલીસે લાહોરમાં તેના ઘરેથી ધરપકડ કરી હતી.

Join Our WhatsApp Community

ઈમરાન ખાનની ધરપકડની પુષ્ટિ તેમની જ પાર્ટી પીટીઆઈએ કરી છે. એક ટ્વીટમાં પીટીઆઈએ જણાવ્યું કે પૂર્વ પીએમ ઈમરાન ખાનને કોટ લખપત જેલમાં લઈ જવામાં આવી રહ્યા છે. જો કે, નોંધનીય છે કે આ કેસની સુનાવણી દરમિયાન ઈમરાન ખાન અને તેમના વકીલ કોર્ટમાં હાજર ન હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફ 9 ઓગસ્ટે સંસદ ભંગ કરશે, જેની અંદર 90 દિવસની અંદર પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે 3 વર્ષની સજા બાદ ઈમરાન ખાન આગામી 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.

‘તેમની ઉમેદવારી અંગે ખોટી માહિતી અપાઈ’

ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ હુમાયુ દિલાવરે સજા સંભળાવતા કહ્યું હતું કે આરોપીએ તેની ઉમેદવારી સંદર્ભે ચૂંટણીપંચને ખોટી વિગતો રજૂ કરી હતી, તેથી કોર્ટ તેને ભ્રષ્ટાચારનો દોષી માને છે. ન્યાયાધીશે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, આરોપીએ જાણીજોઈને તેની મિલકત છુપાવી હતી અને તેને મળેલી ભેટ વિશે કોર્ટને ખોટી માહિતી આપી હતી, જે તેના ગેરવર્તણૂકને સાબિત કરે છે. ન્યાયાધીશે તેને પાકિસ્તાનના ચૂંટણી અધિનિયમની કલમ 174 હેઠળ સજા સંભળાવી છે.

આ સમાચાર પણ વાંચો : Abhishek bachchan : “જીવન તર્ક નથી, જાદુ છે” અભિષેક બચ્ચનની ફિલ્મ ઘૂમરનું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, એક હાથે ક્રિકેટ રમતી જોવા મળશે સૈયામી ખેર

ઈમરાન ખાનની સજાથી કોને ફાયદો?

ઈમરાન ખાનને ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવ્યા બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આગામી પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. ભૂતકાળમાં, જ્યારે વર્તમાન પીએમ શાહબાઝ શરીફે તેમના ગઠબંધન ભાગીદારો માટે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું, તે જ દિવસે તેમણે સંસદ ભંગ કરવાનો સંકેત આપ્યો હતો. આવી સ્થિતિમાં, જો સંસદ ભંગ કરવામાં આવે છે, તો નિયમ મુજબ, તેના વિસર્જનના 90 દિવસમાં પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવશે.

ગયા વર્ષે એપ્રિલમાં જ્યારથી શાહબાઝ શરીફ સત્તામાં આવ્યા છે, ત્યારથી તેઓ આરોપોનો સામનો કરી રહ્યા છે કે તેઓ તેમના મુખ્ય રાજકીય હરીફ ઈમરાન ખાનને જુદા જુદા આરોપોમાં જેલના સળિયા પાછળ ધકેલી રહ્યા છે. જ્યારથી ઈમરાનને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે ત્યારથી તે સરકાર પર આરોપ લગાવી રહ્યો છે કે શાહબાઝ સરકાર સરકારી તંત્રનો દુરુપયોગ કરીને તેમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માંગે છે.

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version