News Continuous Bureau | Mumbai
Pakistan: પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ, પાકિસ્તાનમાં હજુ પણ રાજકીય અસ્થિરતા છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ-ઈન્સાફ ( PTI ) ના અધ્યક્ષ ઈમરાન ખાનની ( Imran Khan ) પાર્ટીએ પોતાના વડાપ્રધાન પદના ઉમેદવારની ( PM Candidate ) જાહેરાત કરી છે.
અહેવાલો અનુસાર પીટીઆઈએ ઓમર અયુબને ( omar ayub khan ) પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા છે. ઓમર હાલમાં પીટીઆઈના જનરલ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા છે. ઈમરાન ખાને ઓમર અયુબ ખાનને પીટીઆઈ સમર્થિત વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નોમિનેટ કરવાનો નિર્ણય નવાઝ શરીફે તેમના ભાઈ અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેહબાઝ શરીફને ( Shahbaz Sharif ) પીએમએલ-એનના ( PML-N ) ઉમેદવાર તરીકે જાહેર કર્યા પછી આવ્યો છે..
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીટીઆઈ નેતા અને પૂર્વ નેશનલ એસેમ્બલી સ્પીકર અસદ કૈસરે કહ્યું કે ઈમરાન ખાને વડાપ્રધાન પદ માટે ઓમર અયુબ ખાનની પસંદગી કરી છે. અદિયાલા જેલમાં ઈમરાન ખાન સાથે મુલાકાત કર્યા બાદ મીડિયાને સંબોધતા તેમણે આ જાહેરાત કરી હતી
وزیراعلی پنجاب کے لیے پاکستان تحریک انصاف کے امیدوار میاں اسلم اقبال ہوں گے
وزیراعلی بلوچستان کے لیے سالار خان کاکڑ سے مشاورت کر کے فیصلہ کیا جائے گا
خیبر پختونخوا اسمبلی کے سپیکر کے امیدورا عاقب اللہ خان ہوں گے
خیبر پختونخوا کے وزیراعلی کے امیدوار علی امین گنڈا پور کا اعلان… pic.twitter.com/1EP7kW0Opv
— PTI (@PTIofficial) February 15, 2024
મતદાન ગણતરીમાં ઈમરાન ખાનની પાર્ટીને 95 બેઠકો મળી હતી…
ઓમર અયુબનો જન્મ 26 જાન્યુઆરી 1970ના રોજ થયો હતો. તેઓ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને ફિલ્ડ માર્શલ અયુબ ખાનના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. 2002ની સામાન્ય ચૂંટણી પહેલા, ઓમર અયુબ તેમના પિતા ગૌહર અયુબ ખાન સાથે પાકિસ્તાન મુસ્લિમ લીગ (Q)માં જોડાયા હતા. તેમના પિતા પણ નેશનલ એસેમ્બલીના સભ્ય હતા અને તેમણે અનેક પદો પર સેવા આપી હતી.
ઉમર 2002ની સામાન્ય ચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યા હતા. બાદમાં તેમણે શૌકત અઝીઝ કેબિનેટમાં નાણા રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી. જે બાદ 2018માં ઉમર ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીમાં જોડાયા હતા. તેમણે પીટીઆઈમાં પણ ઘણા મહત્વના હોદ્દા સંભાળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Ind vs Eng 3rd Test : ભારત -ઈંગ્લેડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નામ બદલાયું, હવે આ નામથી ઓળખાશે..
મિડીયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં નવી સરકાર બનાવવા માટે સતત પ્રયાસો ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, પીએમએલ-એન પાર્ટીએ શાહબાઝ શરીફને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા છે. તે જ સમયે, બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) એ સરકારની રચના માટે PML-N ને બાહ્ય સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ નવાઝ શરીફે તેમની પુત્રી મરિયમ નવાઝને પંજાબના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે.
નોંધનીય છે કે, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી માટે 265 સીટો પર યોજાયેલી ચૂંટણીમાં કોઈપણ પાર્ટીને બહુમતી મળી નથી. પરંતુ ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોને સૌથી વધુ 95 બેઠકો મળી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે તે નિશ્ચિત છે. પરંતુ આ ગઠબંધન સરકારમાં કોણ હશે તેના પર હજુ સસ્પેન્સ છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)