Site icon

પાકિસ્તાનમાં ફરી એક વાર સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા, આ વખતે ઉગ્રવાદીઓના નિશાન પર ઝીણાની મૂર્તિ હતી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

પાકિસ્તાનમાં પરિવર્તનનો દાવો કરીને સત્તા પર આવનારા ઇમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાન અસુરક્ષિત છે. વારંવાર બૉમ્બધડાકાની ખબરો આવતી રહે છે. આ વખતે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની મૂર્તિને નિશાન બનાવાઈ છે. રવિવારે બલુચિસ્તાન પ્રાંતના ગ્વાદર શહેરમાં ઝીણાની મૂર્તિને બૉમ્બથી ઉડાવી દેવાઈ હતી. બલુચ રિપબ્લિકન આર્મીએ આ ઘટનાને અંજામ આપ્યો છે. 

પાકિસ્તાની મીડિયા ‘ડૉન’ના અહેવાલ મુજબ ગ્વાદરમાં ઝીણાની મૂર્તિ જૂન મહિનામાં મરીન ડ્રાઇવ ઉપર બેસાડવામાં આવી હતી. આ સંપૂર્ણ વિસ્તારને સુરક્ષિત માનવામાં આવે છે. છતાં ઉગ્રવાદીઓએ ઝીણાની મૂર્તિને બૉમ્બધડાકો કરી નષ્ટ કરવામાં સફળ થયા. પાકિસ્તાનમાં પ્રતિબંધિત આ રિપબ્લિકન આર્મીના પ્રવક્તા બાગબર બલુચે બૉમ્બધડાકાની જવાબદારી ટ્વિટર પર પોસ્ટ કરીને લીધી હતી. 

તાલિબાન સાથે RSSની તુલના ગીતકાર જાવેદ અખ્તરને ભારે પડી, કોર્ટે નોટિસ જારી કરી આ તારીખે હાજર થવાનો આદેશ આપ્યો 

BBC ઉર્દૂએ ગ્વાદરના સેવાનિવૃત્ત ડેપ્યુટી કમિશનર મેજર અબ્દુલ કબીર ખાન તરફથી કહ્યું હતું કે, આ કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસ થઈ રહી છે. મૂર્તિને ઉડાડવા માટે ઉગ્રવાદીઓ પર્યટકોના વેશમાં અહીં આવ્યા હતા. જોકે હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી.

આ પહેલાં વર્ષ ૨૦૧૩માં ઝીણા જે ઇમારતમાં રહેતા હતા, તે ૧૨૧ વર્ષ જૂની ઇમારતને પણ વિસ્ફોટ દ્વારા ઉડાવી દેવાઈ હતી.

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version