Site icon

આ દેશ માં ૫ વર્ષથી વુદ્ધો સુધી તમામને રસી લેવી પડશે. સરકારે રસીકરણ ફરજિયાત કર્યું.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 25 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર

ઓમિક્રોન વેરિએન્ટના વધતા પ્રસારને ધ્યાનમાં રાખીને સરકારે મોટુ પગલું ભર્યું છે. એક્વાડોરના આરોગ્ય મંત્રાલયે સંક્રમણના બીજા વેવના જોખમને ઘટાડવા માટે ૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ સામે રસીકરણ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ તે આમ કરનાર તે પ્રથમ દેશ બની ગયો છે. 

નવા વાયરસ ‘ઓમિક્રોન’ અને ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિયમ લાગુ કરી રહી છે. એક્વાડોર પાસે ‘સમગ્ર વસ્તીને રસી આપવા’ માટે પૂરતી રસીઓ છે. 

એક નિવેદનમાં મંત્રાલયે ઓસ્ટ્રિયા, જર્મની અને ગ્રીસ જેવા દેશોની ફરજિયાત રસીકરણ કરવાની યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તાજેતરની રજાઓથી ૈંઝ્રેંમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે કોસ્ટા રિકામાં કોર્ટમાં સમાન આદેશ પર સ્ટે આપવામાં આવ્યો હતો. પરંતુ હવે એક્વાડોરના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આ ર્નિણયને દેશના આરોગ્ય કાયદા દ્વારા સમર્થન છે. આ દેશ પહેલાથી જ વાયરસને નિયંત્રિત કરવા માટે માસ્ક અને ભીડથી બચવા જેવા નિયંત્રણો લાગુ કરી ચૂક્યો છે.ઇક્વાડોર સરકારે જણાવ્યું હતું કે, મોટાભાગના નાગરિકો માટે કોવિડ-૧૯ વિરોધી રસી મેળવવી ફરજિયાત રહેશે. 
સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, માત્ર એક્વાડોરના એવા લોકોને જ, જેમને પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે અને જેમના સ્વાસ્થ્યને રસીથી અસર થઈ શકે છે, તેમને નવા નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે, પરંતુ આ લોકોને તેમની ઍક્સેસ સંબંધીત દસ્તાવેજાે રાખવા ફરજીયાત છે. 

અરે બાપરે! પત્નીને છૂટાછેડા આપવા પર પતિને થઈ 8000 વર્ષની કેદ, હવે સજાથી બચવા માટે આપવા પડશે અધધ આટલા કરોડ રૂપિયા

એક્વાડોરની વિશેષ સંચાલન સમિતિએ આ અઠવાડિયે જણાવ્યું હતું કે, રેસ્ટોરાં, સિનેમાઘરો અને અન્ય જાહેર સ્થળોએ જવા માટે રસીકરણ પ્રમાણપત્ર દર્શાવવું જરૂરી રહેશે. ઇક્વાડોરના ૧.૭૩ કરોડ લોકોમાંથી લગભગ ૭૭ ટકા લોકો રસીકરણ કરવામાં આવ્યા હતા. ૯૨૦,૦૦૦ થી વધુ લોકોને ‘બૂસ્ટર’ ડોઝ પણ આપવામાં આવ્યો છે. 

ઇક્વાડોરમાં, રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ ૩૩,૬૦૦ લોકો કોવિડ-૧૯થી મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

Nepal: નેપાળમાં ફરી શરૂ થયો ‘જનરેશન Z’ નો વિરોધ, અનેક શહેરોમાં કર્ફ્યુ લાગુ
Donald Trump: ટ્રમ્પનો ધડાકો: ‘મારા 350% ટેરિફના ડરથી ભારત-પાકએ યુદ્ધવિરામ કર્યો!’ પૂર્વ US પ્રમુખનો નવો ચોંકાવનારો દાવો
Donald Trump: ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની કડવાશ દૂર? વ્હાઇટ હાઉસના ડિનર બાદ ટેસ્લાના માલિકે કેમ કહ્યું ‘Thank You’?
Khawaja Asif: લશ્કરપ્રમુખના ‘ટ્રેલર’ નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ: સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને ડર, “ભારત ફરી હુમલો કરશે”
Exit mobile version