Site icon News Continuous Bureau | Mumbai

UAE મા ઉદારીકરણની લહેર.. ઇસ્લામિક કાયદામાં મોટી રાહત આપી, બિન-વિવાહિત યુગલો સાથે રહી શકશે, દારૂની પણ મળી છૂટ.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
10 નવેમ્બર 2020 
કટ્ટરપંથી ઇસ્લામિક કાયદા દ્વારા સંચાલિત સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં પરિવર્તનનો પવન વાઈ રહ્યો  છે. યુએઈએ વ્યક્તિગત સ્વતંત્રતાને લગતા ઇસ્લામિક કાયદાઓમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. હવે અપરિણીત યુગલોને સાથે લીવ-ઈનમાં રહેવાની છૂટ છે. દારૂના સેવન પરના કડક પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા છે અને કુટુંબની ઈજ્જતના નામે કરવામાં આવતી મહિલાઓની હત્યાને ન્યાયી ઠેરવવાનો કાયદો કાઢી નાખવામાં આવ્યો છે. 


છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલાં નાના મોટા ફેરફારો યુએઈ શાસકોની માન્યતાઓમાં આવેલાં પરિવર્તનને દર્શાવે છે. આ પરિવર્તનનું એક કારણ દેશમાં વધતી માંગ છે. વિશ્વના અન્ય દેશોની જેમ યુએઈના લોકો પણ વ્યક્તિગત સ્વતંત્રતા ઇચ્છે છે. આ સિવાય યુ.એ.ની પહેલ અંગે યુએઈ અને ઇઝરાઇલ વચ્ચે કરાર પણ એક મોટું કારણ હોઈ શકે છે. આ કરારથી ઇઝરાઇલથી રોકાણની સાથે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની અપેક્ષા છે. આ ઉપરાંત યુએઈ પણ દુબઈ સહિત દેશના તમામ શહેરોને પર્યટન સ્થળો તરીકે વિકસાવવા માંગે છે. 
# ઈસ્લામિક દેશની સરકારી ન્યૂઝ એજન્સી દ્વારા જાહેર કરાયેલા કાનૂની સુધારા મુજબ, 21 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને દારૂ રાખવાની, પીવાની અને વેચવાની છૂટ આપવામાં આવી છે. આ માટે હવે દંડ ચૂકવવો પડશે નહીં. નવા નિયમથી મુસ્લિમોને પણ દારૂ પીવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ મુસ્લિમોને દારૂનું લાઇસન્સ પણ આપવામાં આવતું ન હતું.
# આ ખાદી દેશમાં સ્થળાંતર કરનારાઓની સંખ્યા વધારે છે, ત્યાં આ નવા સુધારા બાદ વિદેશી લોકોએ લગ્ન, છૂટાછેડા અને ઉત્તરાધિકારના મામલામાં શરિયા કોર્ટમાં જવું નહીં પડે. આ ફેરફારો એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે સંયુક્ત આરબ અમીરાત વર્લ્ડ એક્સ્પોનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટથી ફક્ત વ્યવસાયિક પ્રવૃત્તિઓ જ નહીં, પણ UAE ના 25 કરોડથી વધુ લોકો પર પણ અસર થશે. 

Join Our WhatsApp Channel
UK Daylight Saving Time Ends બ્રિટનમાં આવતીકાલે ઘડિયાળ ૧ કલાક પાછળ થશે રાત્રે ૨ વાગ્યે ફરી વાગશે ૧, જાણો રસપ્રદ કારણ!
Pakistan Bureaucrats Dual Citizenship પોતાના જ દેશ પર વિશ્વાસ નથી? પાકિસ્તાનના ટોચના અફસરોએ બનાવી રાખ્યો એક્ઝિટ પ્લાન જાણો કયા દેશોમાં બનાવી લીધા આશિયાના?
Europe Scorching Heat Deaths યુરોપમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ૮૫૪ શહેરોમાં હીટવેવથી ૫૦ હજારથી વધુ લોકોના મોત, ક્લાઈમેટ ચેન્જથી હાહાકાર!
Philippines Air Force Plane Crash ફિલિપાઈન્સ એરફોર્સના બે વિમાન આકાશમાં સામસામે અથડાયા ચાર પાઈલટોના કમકમાટીભર્યા મોત!
Exit mobile version