Site icon News Continuous Bureau | Mumbai

India-China Trade: ભારત-ચીન વેપાર $155 બિલિયનને પાર, ચીની રાજદૂતે વેપાર સંબંધોને લઈને આપ્યા મોટા સંકેત.

India-China Trade: વર્ષ 2025 માં દ્વિપક્ષીય વેપારમાં 12% નો જંગી ઉછાળો; ચીનમાં ભારતની નિકાસ પણ 9.7% વધી, 'વસુધૈવ કુટુંબકમ' અને ચીનના વિઝન વચ્ચે સામ્યતા

India-China Trade Hits Record $155 Billion High in 2025; Chinese Envoy Praises Economic Cooperation Amid US Trade Deal

India-China Trade Hits Record $155 Billion High in 2025; Chinese Envoy Praises Economic Cooperation Amid US Trade Deal

News Continuous Bureau | Mumbai

India-China Trade: એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે મોટી વેપાર સમજૂતી ફાઈનલ થઈ રહી છે, ત્યારે બીજી તરફ પાડોશી દેશ ચીન સાથેના ભારતના વેપાર સંબંધો પણ નવી ઊંચાઈએ પહોંચ્યા છે. ભારતમાં ચીનના રાજદૂત શૂ ફેઈહોંગે માહિતી આપી હતી કે વર્ષ 2025 માં ભારત અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 155 અબજ અમેરિકી ડોલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો છે.ચીની રાજદૂતના જણાવ્યા અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં આ વેપારમાં 12 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ચીનમાં ભારતની નિકાસમાં પણ 9.7 ટકાનો સુધારો થયો છે. આ આંકડા બંને દેશો વચ્ચે આર્થિક સહયોગની નવી સંભાવનાઓ દર્શાવે છે. ચીની નવું વર્ષ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં રાજદૂતે ભારત અને ચીનના આર્થિક સંબંધોની મજબૂતી પર ભાર મૂક્યો હતો.

Join Our WhatsApp Channel

‘આત્મનિર્ભર ભારત’ અને ચીનના વિઝનમાં સામ્યતા

દ્વિપક્ષીય સંબંધો પર વાત કરતા રાજદૂતે કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે ચીનનો આત્મનિર્ભરતા પરનો ભાર અને ભારતનું ‘આત્મનિર્ભર ભારત’ વિઝન ઘણી રીતે સમાન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે વૈશ્વિક સ્તરે ચીનનું ‘હાર્મની ઓફ વર્લ્ડ’ અને ભારતની ‘વસુધૈવ કુટુંબકમ’ ની વિચારધારા એક સમાન લક્ષ્ય ધરાવે છે. ચીન ભારતની બ્રિક્સ ની અધ્યક્ષતાને પણ સમર્થન આપે છે અને બહુપક્ષીય સમન્વયને મજબૂત કરવા ઈચ્છે છે.

આ સમાચાર પણ વાંચો : Ghaziabad Tragedy: કાળજું કંપાવનારી ઘટના: ગાઝિયાબાદમાં 3 સગી બહેનોએ 9મા માળેથી કૂદીને કરી આત્મહત્યા; ઓનલાઇન ગેમની લત કારણભૂત?

મોદી-જિનપિંગની મુલાકાત બાદ સંબંધોમાં સુધારો

રાજદૂત જૂએ જણાવ્યું કે ગયા વર્ષે તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાત બાદ બંને દેશોના સંબંધોમાં સતત સુધારો થઈ રહ્યો છે. આ બેઠકથી ભારત-ચીન સંબંધો ‘રીસેટ અને નવી શરૂઆત’ ના તબક્કામાં પહોંચ્યા છે. ચીન હવે ‘ગ્લોબલ સાઉથ’ ના વિકાસ માટે ભારત સાથે ખભેખભા મિલાવીને કામ કરવા કટિબદ્ધ છે.

ડોલરના તોડ અને બ્રિક્સ પેમેન્ટ સિસ્ટમની ચર્ચા

વૈશ્વિક સ્તરે અમેરિકી ડોલરના વર્ચસ્વને ઘટાડવા માટે ભારત, ચીન અને રશિયા નવી પેમેન્ટ સિસ્ટમ પર કામ કરી રહ્યા હોવાની ચર્ચાઓ પણ તેજ છે. બ્રિક્સ દેશોની પોતાની પેમેન્ટ સિસ્ટમ વૈશ્વિક વેપારમાં નવો બદલાવ લાવી શકે છે. અમેરિકા સાથે ટેરિફ ડીલ થયા હોવા છતાં, ચીન સાથેનો આ રેકોર્ડબ્રેક વેપાર દર્શાવે છે કે ભારત પોતાની આર્થિક નીતિઓમાં સંતુલન જાળવી રહ્યું છે અને તે કોઈપણ એક દેશ પર નિર્ભર રહેવા માંગતું નથી.

Karnataka Petrol Ethanol Blending કર્ણાટકમાં પેટ્રોલમાં ૩૧ ટકા એથનોલ હોવાના દાવાને ઓઇલ કંપનીઓએ નકાર્યો, ટેસ્ટિંગ પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
China Naval Strength સમુદ્રમાં ખળભળ, ચીને વધાર્યું દુનિયાનું ટેન્શન રોજના 100 ચીની જહાજો સક્રિય, ભારતઅમેરિકા માટે વધ્યો ખતરો
White House Security Breach સુરક્ષામાં મોટી ચૂંક કે સાજીશ? વ્હાઇટ હાઉસ પાસે હથિયારો સાથે ઝડપાયેલા વેનેઝુએલાના શખ્સનો ચોંકાવનારો દાવો
Sharad Pawar Praful Patel Meeting ’10 નવેમ્બર પછી બેસીને વાત કરીશું’ શરદ પવાર અને પ્રફુલ પટેલના વાયરલ વિડિયોથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ
Exit mobile version