ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઓગસ્ટ, 2021
મંગળવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનોનુ શાસન સ્થપાઈ ચુક્યુ છે અને બીજી તરફ ભારતના અબજો ડોલરના પ્રોજેક્ટ અફઘાનિસ્તાનમાં અધવચ્ચે છે .
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તાલિબાન નેતાએ કહ્યું છે કે, ભારતે અફઘાનિસ્તાનમાં પોતાના અધૂરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પૂરા કરવા જોઈએ. કારણ કે તે જનતા માટે છે.
સાથે એમ પણ કહ્યું છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશને બીજા દેશ સામે કરવા માટે પરવાનગી નહીં અપાય.
એક અંદાજ પ્રમાણે ભારતે અફઘાનિસ્તાનમાં ત્રણ અબજ ડોલરની યોજનાઓમાં રોકાણ કરેલ છે.
આ અગાઉ ભારતીય ન્યૂઝ ચેનલ સાથેના ઈન્ટરવ્યૂમાં પણ તાલિબાને કહ્યુ હતુ કે, અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હરિફાઈનો ભાગ બનવા નથી માગતા. અમે અફઘાનિસ્તાનની આઝાદી માટે લડી રહ્યા છે અને ચાલીસ વર્ષથી અમારી જેહાદ ચાલી રહી છે.
