ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
પૂર અને ભૂસ્ખલનની બેવડી મુશ્કેલીનો સામનો કરી રહેલા નેપાળને મદદ માટે ભારતે હાથ લંબાવ્યો છે,
નેપાળમાં પૂર અને ભૂસ્ખલનની બે પ્રકારની કુદરતી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.
ભારતે 15 પૂરગ્રસ્ત જિલ્લાઓમાં લોકોની મદદ માટે માનવતાવાદી સહાય હેઠળ નેપાળને આઠ કરોડ રૂપિયાની રાહત સામગ્રીનું દાન કર્યું છે.
રાહત સામગ્રીમાં 15 જિલ્લાઓમાં પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત પરિવારો વચ્ચે વિતરણ માટે ટેન્ટ, પ્લાસ્ટિકની શીટ, બેડ અને દવાઓ શામેલ છે.
ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન નામગ્યા સી ખાંપાએ ભારત સરકાર વતી NIWFSના સાંસદ અને પ્રમુખ ચંદા ચૌધરી અને પીવીપીના પદાધિકારી નારાયણ ધાકલને કન્સાઈનમેન્ટ સોંપ્યું હતું.
