અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓએ કંદહારના અનેક વિસ્તારો પર કબજો કરી લીધો છે.
જેને પગલે ભારત સરકાર દ્વારા આશરે 50 જેટલા રાજદુતો અને સુરક્ષાકર્મીઓને પરત બોલાવી લેવામાં આવ્યા છે. આ બધાને એરફોર્સના વિમાન દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા હતા.
આતંકીઓ ગમે ત્યારે તેમના પર હુમલો કરે તેવી શક્યતાઓને પગલે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કંદહારમાંની દૂતાવાસને બંધ કરવામાં નથી આવી. દૂતાવાસની નજીકના વિસ્તારમાં તીવ્ર લડાઈ ચાલતી હોવાથી સ્ટાફને હાલપૂરતું ખસેડી લેવામાં આવ્યો છે.