Site icon

રશિયા પાસેથી ભારતે સસ્તું તેલ ખરીદતા બોખલાયું યુક્રેન- કહી દીધી આ મોટી વાત 

News Continuous Bureau | Mumbai

રશિયા અને યુક્રેનમાં(Russia and Ukraine) ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત(India) સતત રશિયા પાસેથી તેલ ખરીદી(oil Purchase) રહ્યું છે. ભારતના આ પગલાથી અમેરિકા(USA) સહિત ઘણા દેશ ખુશ નથી. આ વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી(Foreign Minister of Ukraine) દિમિત્રો કુલેબાએ(Dmytro Kuleba) રશિયા અને ભારતની ઓયલ ડીલને(Russia and India's oil deal) લઈને આકરી ટિપ્પણી કરી છે.

Join Our WhatsApp Community

યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યુ કે રશિયાથી જે તેલનું બેરલ ભારત પહોંચાડવામાં આવી રહ્યું છે, તેમાં યુક્રેનના લોકોનું લોહી ભળેલું છે. વિદેશ મંત્રીએ આગળ ભારતને યાદ અપાવતા કહ્યું કે, તેમણે યુદ્ધ દરમિયાન યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને(Indian students) પરત મોકલવામાં મદદ કરી હતી.  

આ સમાચાર પણ વાંચો : સાવધાન-મુંબઈગરા પોતાના શ્વાસમાં ઝેર લઈ રહ્યા છે-મુંબઈની હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું

એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં(virtual press conference) યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રોએ આગળ કહ્યુ કે, અમે હંમેશા કૃષિ ઉત્પાદકો (Agricultural producers) વિશેષ રૂપથી સરસવના તેલમાં(mustard oil) પ્રતિબદ્ધ સપ્લાયર અને વ્યાપારી (Committed supplier and merchant) છીએ. તેમણે આગળ કહ્યું કે અમને ભારત તરફથી યુક્રેનને મજબૂત સમર્થનની આશા હતી. વિદેશમંત્રીએ કહ્યું કે યુક્રેન ભારતનું હંમેશા વિશ્વાસપાત્ર સાથી રહ્યું છે પરંતુ રશિયા પાસેથી તેલ ખરીદીને ભારત યુક્રેનના લોકોનું લોહી ખરીદી રહ્યું છે. 

યુક્રેનના વિદેશમંત્રીએ કહ્યું કે જ્યારે ભારત રશિયાથી ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓયલ ખરીદી રહ્યું છે તો તેણે સમજવું જાેઈએ કે ડિસ્કાઉન્ટ તેને મળી રહ્યું છે, તેની કિંમત યુક્રેનના લોકોના લોહીથી ચુકવવામાં આવશે. વિદેશ મંત્રીએ કહ્યું કે યુક્રેન અને ભારત બંનેમાં ખુબ જરૂરી સમાનતાઓ છે અને બંનેએ એકબીજા માટે ઊભું રહેવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના મલાડના માર્વે નગરના રહેવાસીઓ આ સમસ્યાથી થઈ ગયા પરેશાન

યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતનો રશિયા પાસેથી તેલ ખરીદવાનો ર્નિણય ચોંકાવનારો નથી પરંતુ તેનાથી તે સ્પષ્ટ છે કે યુક્રેન સામે યુદ્ધ દ્વારા રશિયાને તેના તેલ બજારથી પૈસા બનાવવાની તક મળી ગઈ છે.  ભારત અને રશિયાના ઓયલ ડીલ પર તેમણે કહ્યું કે અત્યાર સુધી માનવ ઈતિહાસમાં દરેક વિવાદ, દરેક યુદ્ધમાં એક પક્ષે નુકસાન ઉઠાવ્યું છે તો એકે પૈસા બનાવ્યા છે. તો વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને રશિયાના મજબૂત સંબંધની અસર ભવિષ્યમાં ભારતના મ્યાનમારને લઈને પક્ષ પર પણ પડશે.

Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
Donald Trump: નવા યુદ્ધનો ભય? ટ્રમ્પે પુતિનને આપી સીધી ચેતવણી; ભારતની વિદેશ નીતિ સામે સૌથી મોટો પડકાર!
Afghanistan: ભારત પછી હવે આ દેશ પણ પાકિસ્તાનનું પાણી રોકશે? કુનાર નદી પર બંધ બનાવવાની તૈયારીઓ શરૂ
Peru: પેરૂમાં રાજકીય સંકટ: નવા રાષ્ટ્રપતિ સામે ઉગ્ર વિરોધ, હિંસા ફાટી નીકળતાં એક વ્યક્તિનું મોત અને આટલા થયા ઘાયલ
Exit mobile version