News Continuous Bureau | Mumbai
આર્થિક રીતે પાયામાલ થઈ ગયેલા અને દેવાળુ ફૂંકી નાંખનારા ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં(SriLanka) અદાણી ગ્રુપને(Adani Group) પાવર પ્રોજેક્ટનું(power project) કામ આપવાને લઈને ભારે બબાલ થઈ ગઈ છે. શ્રીલંકાની વીજ બોર્ડના(Power board) અધ્યક્ષે ચોંકાવનારો આરોપ કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના(PM Narendra Modi) દબાણના કારણે અદાણી ગ્રુપને કામ આપવામાં આવ્યું છે.
શ્રીલંકામાં સરકારી સીલોન ઈલેક્ટ્રિસિટી બોર્ડના(Ceylon Electricity Board) અધ્યક્ષ એમએમસી ફર્ડિનેંડોએ(MMC Ferdinando) વિવાદસ્પદ બયાન(Controversial statement) આપતા કહ્યું છે કે શ્રીલંકામાં અદાણી ગ્રુપને વિન્ડ પાવર પ્રોજેક્ટ(Wind Power Project) આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદે શ્રીલંકાના રાષ્ટ્રપતિ(SriLankan President) ગોટાબાયા રાજપક્ષે(Gotabaya Rajapaksa) પર દબાણ લાવ્યા હતા. આ સ્ટેટમેન્ટ બાદ જોકે ફર્ડિનેંડોએ રાજીનામું(Resignation) આપી દીધું છે. આ પ્રોજેક્ટના કામને લઈને સીલોન ઈલેક્ટ્રીસીટી બોર્ડે પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત સરકારની ભલામણ અને તેમના કહેવા મુજબ જ આ કામ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને(Adani Green Energy Ltd.) આપવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : કુદરત રૂઠી – વિશ્વના આ 4 દેશોમાં અનુભવાયા ભૂકંપના જોરદાર આંચકા- ઈરાનમાં આટલા લોકોના થયા મોત
શ્રીલંકામાં મન્નાર(Mannar) અને પૂનરિનમાં(Poonarin) અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને પાવર પ્રોજેક્ટ આપવાને લઈને આ મહિનેની શરૂઆતમાં તત્કાલીન સીલોન ઈલેક્ટ્રિસિટી બોર્ડના અધ્યક્ષ એમએમસી ફર્ડિનેંડોએ સાંસદની સમિતિને કહ્યું હતું કે મન્નારમાં વિન્ડ પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ ભારતના અદાણી ગ્રુપને આપવામાં આવ્યો હતો. કારણકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ગોટાબાયા પર દબાણ આવ્યો હતો.
જોકે તેમના આ સ્ટેટમેન્ટ બાદ ગોટાબાયા રાજપક્ષે ટ્વીટ કરીને આ વાતનું ખંડન કર્યું હતું, ત્યારબાદ જોકે ફર્ડિનેંડોએ પણ પોતાના સ્ટેટમેન્ટને લઈને બિનશરતી માફી માગી હતી.
