Site icon

India-Malaysia Defense Cooperation: કુઆલાલમ્પુરમાં યોજાઇ મલેશિયા-ઇન્ડિયા ડિફેન્સ કોઓપરેશન કમિટીની 13મી બેઠક, બંને દેશોએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા..

India-Malaysia Defense Cooperation: સંરક્ષણ સચિવે કુઆલાલમ્પુરમાં 13મી મલેશિયા-ભારત સંરક્ષણ સહકાર સમિતિની બેઠકની સહ-અધ્યક્ષતા કરી

India-Malaysia Defense Cooperation The 13th meeting of the Malaysia-India Defense Cooperation Committee was held in Kuala Lumpur

India-Malaysia Defense Cooperation The 13th meeting of the Malaysia-India Defense Cooperation Committee was held in Kuala Lumpur

News Continuous Bureau | Mumbai

  • બંને દેશોએ સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ સુરક્ષા, બહુપક્ષીય જોડાણ અને ઉભરતા ક્ષેત્રોમાં સહકાર વધારશે
 India-Malaysia Defense Cooperation: મલેશિયા-ઇન્ડિયા ડિફેન્સ કોઓપરેશન કમિટી (MIDCOM)ની 13મી બેઠક 19 ફેબ્રુઆરી, 2025ના રોજ કુઆલામ્લપુરમાં યોજાઇ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ અને મલેશિયાના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ શ્રી લોકમાન હકીમ બિન અલીએ કરી હતી. બંને પક્ષોએ તાજેતરનાં વર્ષોમાં બંને સશસ્ત્ર દળો વચ્ચે નિયમિત જોડાણ સાથે વધતા દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર પર ખુશી વ્યક્ત કરી હતી.

બંને પક્ષોએ દ્વિપક્ષીય સંરક્ષણ સંલગ્નતાઓ અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને વધુ વિસ્તૃત કરવા માટે અસરકારક અને વ્યવહારિક પહેલો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. બંને અધ્યક્ષોએ સાયબર સિક્યુરિટી અને એઆઈ જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટેના પગલાઓની ઓળખ કરી. તેમણે વર્તમાન સહયોગ, ખાસ કરીને સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ સુરક્ષા અને બહુપક્ષીય જોડાણોમાં વધુ મજબૂત બનાવવાના માર્ગોની ઓળખ કરી હતી. તેઓ બિન-રંપરાગત દરિયાઇ સુરક્ષાના જોખમોને પહોંચી વળવા સંયુક્ત ધ્યાન કેન્દ્રિત જૂથની રચના કરવા સંમત થયા હતા. બંને પક્ષોએ વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીનાં સંરક્ષણ આધારસ્તંભ હેઠળ નવી પહેલોનો સંપૂર્ણ અમલ કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, જેની કલ્પના ઓગસ્ટ, 2024માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને તેમનાં મલેશિયાનાં સમકક્ષ દાતો સેરી અનવર ઇબ્રાહિમની ભારત મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. ભારત અને મલેશિયાએ સ્ટ્રેટેજિક અફેર્સ વર્કિંગ ગ્રુપની સ્થાપના પર અંતિમ ટર્મ્સ ઑફ રેફરન્સ (ToR)નું આદાન-પ્રદાન પણ કર્યું હતું. આ ફોરમ દ્વિપક્ષીય સંરક્ષણ સહકારનાં તમામ પાસાંઓને આગળ વધારવા માટે MIDCOM અને બંને પેટા સમિતિઓ વચ્ચે મધ્યસ્થી સ્વરૂપે કામ કરશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  US Reciprocal Tariffs: ટ્રમ્પનું ટેરિફ યુદ્ધ… મિત્ર દેશ ભારત પર તેની કેટલી થશે અસર, કયા ઉદ્યોગો માટે ચિંતાનો વિષય? જાણો..

India-Malaysia Defense Cooperation: બંને પક્ષોએ MIDCOMનાં પરિણામ સ્વરૂપે Su-30 ફોરમની સ્થાપના પર અંતિમ ToRનું આદાન-પ્રદાન પણ કર્યું હતું. Su-30 ફોરમ Su-30 જાળવણીમાં કુશળતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવામાં બંને હવાઈ દળો વચ્ચે ગાઢ સહકારને સક્ષમ બનાવશે. સંરક્ષણ સચિવે ભારતીય સંરક્ષણ ઉદ્યોગની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો, ખાસ કરીને મલેશિયાની કંપનીઓ અને સશસ્ત્ર દળો સાથે તેમની ક્ષમતા વધારવા અને આધુનિકીકરણમાં તેમની સાથે જોડાણ કરવાની સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આસિયાન અને આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક પ્લસની અધ્યક્ષતા સંભાળવા બદલ મલેશિયાને અભિનંદન આપ્યા હતાં તથા આ વર્ષે એડીએમએમ પ્લસ અને આસિયાન ડિફેન્સનાં વરિષ્ઠ અધિકારીઓની બેઠકો યોજવા માટે મલેશિયાનાં સંરક્ષણ મંત્રાલયને શુભેચ્છા પાઠવી હતી.

આ સમાચાર પણ વાંચો:  Rishi Sunak PM Modi Meeting: યુકેના ભૂતપૂર્વ પીએમ ઋષિ સુનક અને તેમના પરિવાર સાથે PM મોદીની મુલાકાત કરી, ભારત-યુકે સંબંધો પર કરી વિશેષ વાતચીત

India-Malaysia Defense Cooperation: ભારત આસિયાનની મધ્યસ્થતા અને એકતાને ટેકો આપે છે, જે ભારતનાં ઇન્ડોપેસિફિક વિઝનમાં મહત્ત્વપૂર્ણ પાસું છે. સંરક્ષણ સચિવે મજબૂત, એકીકૃત અને સમૃદ્ધ આસિયાનને પ્રોત્સાહન આપવા આસિયાનનાં અધ્યક્ષ તરીકેનાં મલેશિયાનાં પ્રયાસોને ભારતનાં સાથ-સહકારની પુનઃપુષ્ટિ કરી હતી, જે ઇન્ડો-પેસિફિક પ્રદેશની વિકસતી ગતિશીલતાને આકાર આપવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. ભારત મલેશિયાને ઈન્ડોપેસિફિક ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર માને છે, કારણ કે મલેશિયા વિદેશ નીતિનાં ત્રણ મુખ્ય દ્રષ્ટિકોણ એટલે કે એક્ટ ઇસ્ટ પોલિસી, સાગર (સુરક્ષા અને વિકાસ ફોર ઓલ ઇન ધ રિજન) અને ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિયેટિવનાં સંગમસ્થાને આવેલું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Russia: પુતિને ટ્રમ્પને આપ્યો સૌથી મોટો આંચકો! પ્લુટોનિયમ કરાર રદ્દ, રશિયા હવે શું કરશે?
US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Pakistan-Afghan tensions: તણાવ ચરમસીમા પર: અફઘાન સીમા પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં આટલા પાકિસ્તાની સૈનિકો શહીદ
Exit mobile version