Site icon News Continuous Bureau | Mumbai

India-Maldives Relations : પહેલા ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર, હવે 4 મહિનામાં બીજી વાર ભારત આવ્યા માલદીવ રાષ્ટ્રપતિ; જાણો ‘બેકફૂટ’ પર આવવાનું કારણ

India-Maldives Relations : ભારતની મુલાકાતે આવેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ હવે પોતાનો સૂર બદલ્યો છે. મુઈઝુએ કહ્યું કે તે ભારતની સુરક્ષાને નબળી પાડવા માટે કંઈ કરશે નહીં અને તે દિલ્હીને એક મૂલ્યવાન મિત્ર માને છે.

India-Maldives Relations PM Calls Maldives India's 'Close Friend', Says We Have Acted As Good Neighbour

India-Maldives Relations PM Calls Maldives India's 'Close Friend', Says We Have Acted As Good Neighbour

 News Continuous Bureau | Mumbai

India-Maldives Relations : પર્યટન દેશ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ બીજી વખત ભારતની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. આ પહેલા મોહમ્મદ મુઈઝુ ચાર મહિના પહેલા જુલાઈમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. જો કે, જે વ્યક્તિએ ભારત વિરોધી નિવેદનો કરીને અને ઈન્ડિયા આઉટ અભિયાન ચલાવીને પોતાની રાજકીય કારકિર્દી બનાવી છે. આટલી જલ્દી બે વાર ભારત શા માટે આવ્યા ? ચાલો જાણીએ આ પાછળનું કારણ.

Join Our WhatsApp Channel

India-Maldives Relations : ભારતીયોની સંખ્યામાં ભારે ઘટાડો થયો

નોંધનીય છે કે ગયા વર્ષે જ્યારથી તેમના કેટલાક મંત્રીઓએ પીએમ મોદી પર અભદ્ર ટિપ્પણી કરી હતી, ત્યારથી ત્યાંની મુલાકાત લેતા ભારતીયોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. પરિણામ એ આવ્યું કે ત્યાંનું પ્રવાસન ક્ષેત્ર ખરાબ રીતે પડી ભાંગ્યું. માલદીવની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રવાસીઓ છે. જ્યારે ભારતીય પ્રવાસીઓએ માલદીવ જવાનું બંધ કરી દીધું ત્યારે તેની અસર ત્યાંના વિદેશી મુદ્રા ભંડાર પર પડી અને તે માત્ર 400 મિલિયન ડોલર જ રહી ગઈ. 

એટલું જ નહીં પર્યટન દેશ માલદીવ સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે ભારત પર નિર્ભર છે. અહેવાલો મુજબ ભારત 36 વર્ષ પહેલા એટલે કે 1988થી માલદીવને મદદ કરી રહ્યું છે. આ સંબંધને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2016માં એક કરાર પણ કરવામાં આવ્યો હતો.  મહત્વનું છે કે માલદીવિયન નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF)ની સંરક્ષણ તાલીમમાં વપરાતી 70 ટકા વસ્તુઓ ભારત પ્રદાન કરે છે. છેલ્લા 10 વર્ષમાં MNDFના 1500 થી વધુ સૈનિકોએ તાલીમ મેળવી છે. ભારતે શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ અંતર્ગત 1996માં ભારતે માલદીવમાં ટેકનિકલ એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં મદદ કરી હતી.

 India-Maldives Relations : ભારત માલદીવનો સૌથી નજીકનો પાડોશી અને નજીકનો મિત્ર 

બેઠક બાદ બંને નેતાઓએ હૈદરાબાદ હાઉસ ખાતે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો સદીઓ જૂના છે અને ભારત માલદીવનો સૌથી નજીકનો પાડોશી અને નજીકનો મિત્ર છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે અમે પરસ્પર સહયોગને વ્યૂહાત્મક દિશા આપવા માટે વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીનું વિઝન અપનાવ્યું છે. વિકાસ ભાગીદારી અમારા સંબંધોનું એક મહત્વપૂર્ણ પાસું છે અને અમે હંમેશા માલદીવના લોકોના હિતોને પ્રાથમિકતા આપી છે.

 India-Maldives Relations : આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા 

માલદીવમાં ચાલી રહેલા ભારતીય પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, માલદીવની જરૂરિયાત મુજબ આજે 400 મિલિયન યુએસ ડોલરના કરન્સી સ્વેપ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારત અને માલદીવ મુક્ત વેપાર કરાર પર વાતચીત શરૂ કરશે. અમે માલદીવમાં આંતરમાળખાના વિકાસ માટે વ્યાપક સહયોગની વાત કરી છે. આજે ભારતના સહયોગથી બનેલા 700 થી વધુ સામાજિક આવાસ એકમોને સોંપવામાં આવ્યા છે. માલદીવે 28 ટાપુઓ પર પાણી અને ગટર યોજનાઓ પૂર્ણ કરી છે. આ પ્રોજેક્ટથી 30 હજાર લોકોને પીવાના શુદ્ધ પાણીની સુવિધા મળશે.

India-Maldives Relations : માલદીવને મદદ કરવા માટે ભારત હંમેશા હાજર રહ્યું છે: PM

પીએમ મોદીએ કહ્યું, આપણી નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને “સાગર” વિઝનમાં પણ માલદીવનું મહત્વનું સ્થાન છે. ભારતે હંમેશા માલદીવ માટે પ્રથમ પ્રતિભાવકર્તાની ભૂમિકા ભજવી છે. માલદીવના લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાતો પૂરી કરવી હોય, કુદરતી આફતો દરમિયાન પીવાનું પાણી પૂરું પાડવું હોય કે પછી કોવિડ દરમિયાન રસી પૂરી પાડવી હોય, ભારતે હંમેશા આપણા પાડોશી તરીકેની જવાબદારી નિભાવી છે.

આ સમાચાર પણ વાંચો:  India Maldives : ભારત, માલદીવે 1000 સિવિલ સર્વિસ અધિકારીઓને તાલીમ આપવા માટે કર્યુ સમજૂતી કરારનું નવીનીકરણ, આટલા વર્ષ માટે આપવામાં આવશે તાલીમ.

પીએમ મોદીએ કહ્યું, અમે સંરક્ષણ અને સુરક્ષા સહયોગના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી. એકતા હાર્બર પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમે માલદીવના રાષ્ટ્રીય સંરક્ષણ દળોની તાલીમ અને ક્ષમતા નિર્માણમાં અમારો સહયોગ ચાલુ રાખીશું અમે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરીશું. હાઇડ્રોગ્રાફી અને ડિઝાસ્ટર રિસ્પોન્સમાં સહકાર વધારવામાં આવશે.

Asaram। આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીનનો સમયગાળો લંબાવ્યો
PM Narendra Modi। કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રધાનમંત્રી મોદીની વિશેષ પૂજા ડમરુ અને ત્રિશૂળ ભેટ આપી કરાયું અભિવાદન.
Donald Trump| સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ નવી ટેરિફ પોલિસી લાવવાની તૈયારીમાં, ભારત સહિત અનેક દેશો પર અસરની શક્યતા
Gold Rate| સોનું થયું સસ્તું! ભાવમાં ઘટાડો થતાં ખરીદદારોમાં ખુશી, જુઓ તમારા શહેરના આજના તાજા ભાવ
Exit mobile version