Site icon

India – Maldives tourist : ભારત સાથે ‘દુશ્મની’ પડી ભારે, પ્રવાસીઓની સંખ્યામાં આવ્યો 38% ઘટાડો.. જાણો આંકડા..

India - Maldives tourist : ભારત સાથે 'દુશ્મની' મોડ લેનારા માલદીવને હવે ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. વાસ્તવમાં માલદીવમાં જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. તાજેતરના ડેટા પરથી આ વાત સામે આવી છે.

India - Maldives tourist Sharp drop in number of Indian tourists to Maldives in 2024 after diplomatic row

India - Maldives tourist Sharp drop in number of Indian tourists to Maldives in 2024 after diplomatic row

News Continuous Bureau | Mumbai

 India – Maldives tourist : ભારત સાથે રાજદ્વારી વિવાદ ( Diplomatic row )  બાદ મોટાભાગના ભારતીયો માલદીવ જવાનો વિચાર છોડી રહ્યા છે. તાજેતરના ડેટા પરથી આ વાત સામે આવી છે. એક રિપોર્ટ મુજબ 2024ના પહેલા ક્વાર્ટરમાં બહુ ઓછા ભારતીયોએ માલદીવની યાત્રા કરી હતી. જાન્યુઆરીથી માર્ચ વચ્ચે માત્ર 38,847 ભારતીયો ( Indians  )  જ માલદીવ પહોંચ્યા હતા. ગયા વર્ષની સરખામણી કરીએ તો આ ઘટાડો લગભગ 38 ટકા છે. તે સમયગાળા દરમિયાન 56,000 ભારતીયો અહીં મુલાકાતે આવ્યા હતા.

Join Our WhatsApp Community

 India – Maldives tourist : માલદીવને વેઠવું પડી રહ્યું છે ભારે નુકસાન

મહત્વનું છે કે મોહમ્મદ મુઈઝુ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો બગડવા લાગ્યા હતા. માલદીવમાંથી ભારતીય સૈનિકોને પાછા મોકલવાની જાહેરાત વચ્ચે મુઈઝુએ ચીન સાથે સંબંધો વધારવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં માલદીવ અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી. જોકે ભારત સાથે ‘દુશ્મની’ મોડ લેનારા માલદીવને હવે ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. વાસ્તવમાં માલદીવમાં જનારા ભારતીય પ્રવાસીઓ ( Indian tourist ) ની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. એટલે કે પ્રવાસીઓ દ્વારા ભારત માલદીવને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યું છે. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર માલદીવ જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

 India – Maldives tourist :જાન્યુઆરી ક્વાર્ટરમાં માત્ર 34,847 ભારતીયો જ માલદીવ આવ્યા 

મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ મુજબ આ વર્ષે જાન્યુઆરી ક્વાર્ટરમાં માત્ર 34,847 ભારતીયો જ માલદીવ આવ્યા છે, જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 56,208 પ્રવાસીઓ હતા. એટલે કે ભારતમાંથી માલદીવ જનારા લોકોની સંખ્યામાં 38 ટકાનો ઘટાડો થયો છે. આ સંખ્યા 2019 ના પ્રથમ ક્વાર્ટર કરતા ઓછી છે, જ્યારે 36,053 ભારતીય પ્રવાસીઓએ માલદીવની મુલાકાત લીધી હતી. કોરોના મહામારી પછી 2021 થી 2023 સુધી ભારતીયો પ્રથમ સૌથી મોટું બજાર હતું.

India – Maldives tourist : માર્ચમાં માત્ર 8 હજાર 322 ભારતીયો જ માલદીવ ગયા

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કુલ 11,522 ભારતીય પ્રવાસીઓ માલદીવ પહોંચ્યા હતા. જયારે ગયા વર્ષે આ જ મહિનામાં કુલ 19,497 ભારતીયોએ માલદીવની મુલાકાત લીધી હતી. હવે માર્ચની વાત કરીએ તો આ વર્ષે માત્ર 8 હજાર 322 ભારતીયો જ માલદીવ ગયા હતા, જ્યારે ગયા વર્ષે સમાન મહિનામાં આ આંકડો 18,099 હતો. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ભારત સાથેના સંબંધોમાં તિરાડને કારણે માલદીવને ભારે નુકસાન થઈ રહ્યું છે. 

 India – Maldives tourist : ભારતીય સૈનિકો ( Indian army ) ને પરત ફરવાનું અલ્ટીમેટમ 

નોંધનીય છે કે ભૂતકાળમાં ભારત અને માલદીવ વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતા, પરંતુ ગયા વર્ષે માલદીવમાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન મોહમ્મદ મુઈઝુએ ભારત વિરુદ્ધ પ્રચાર કરીને જીત મેળવી હતી. મુઈઝુએ ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે જો તે જીતશે તો ભારતીય સૈનિકોને માલદીવ છોડવું પડશે. જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે ભારતીય સૈનિકોને પરત ફરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ પછી ભારતીય સૈનિક અનેક તબક્કામાં માલદીવથી પરત ફર્યા.

TTP: પાકિસ્તાન સેના પર બોર્ડર પાસે મોટો હુમલો, કર્નલ-મેજર સહિત આટલા જવાનોના મોત, TTP એ લીધી હુમલાની જવાબદારી
Akhilesh Yadav: અખિલેશ યાદવને બરેલીમાં નો એન્ટ્રી, હવે એરપોર્ટ પરથી સીધા આ જગ્યા એ જશે
Sonam Wangchuk: સોનમ વાંગચુકને જેલમાં મળી પત્ની ગીતાંજલિ, જણાવી આગળ ની યોજના
Indian Railways: મંત્રીમંડળે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 894 કિલોમીટરનો વધારો થશે
Exit mobile version