News Continuous Bureau | Mumbai
India વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સન વચ્ચેની વાતચીત બાદ આ સપ્તાહે FTAની જાહેરાત કરવામાં આવી હતી. પીએમ લક્સને કહ્યું કે, “અમે પ્રથમ ટર્મમાં ભારત સાથે FTA કરવાનો વાદો કર્યો હતો જે પૂરો કર્યો છે.” જોકે, ન્યુઝીલેન્ડના વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે આ કરારને ‘અન્યાયી’ ગણાવ્યો છે, કારણ કે ભારત દ્વારા ડેરી પ્રોડક્ટ્સ પર ટેરિફમાં મોટી રાહત આપવામાં આવી નથી. તેમ છતાં, બંને દેશો આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા સહમત થયા છે.
વ્યાપાર અને રોકાણમાં થશે મોટો ઉછાળો
આ સમજૂતી હેઠળ આગામી ૫ વર્ષમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વ્યાપાર બમણો થવાનો અંદાજ છે. આ ઉપરાંત, આગામી ૧૫ વર્ષમાં ન્યુઝીલેન્ડ દ્વારા ભારતમાં ૨૦ અબજ ડોલર (આશરે ₹૧.૬ લાખ કરોડ) નું રોકાણ કરવામાં આવે તેવી શક્યતા છે. આ કરારથી ટેકનોલોજી, કૃષિ અને સેવા ક્ષેત્રે નવી તકો ઉભી થશે.
ન્યુઝીલેન્ડના વિદેશ મંત્રીને શું વાંધો છે?
ન્યુઝીલેન્ડ ફર્સ્ટ પાર્ટીના નેતા અને વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સનું માનવું છે કે સરકારે ઉતાવળમાં આ કરાર કર્યો છે. તેમનો મુખ્ય વિરોધ ડેરી ઉદ્યોગને લઈને છે. ન્યુઝીલેન્ડ ઈચ્છતું હતું કે ભારત તેમના ડેરી ઉત્પાદનો (દૂધ, પનીર વગેરે) ના આયાત પર ટેક્સ ઘટાડે, પરંતુ ભારતે પોતાના સ્થાનિક ખેડૂતોના હિત માટે ડેરી સેક્ટરને સુરક્ષિત રાખ્યું છે. પીટર્સે તેને ‘નબળી ગુણવત્તાવાળો કરાર’ ગણાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Singer: બાંગ્લાદેશમાં કલાકારો અસુરક્ષિત! પ્રખ્યાત સિંગર જેમ્સના કોન્સર્ટ પર ટોળાનો હુમલો; પથ્થરમારો અને તોડફોડ બાદ કાર્યક્રમ રદ.
ભારતને શું થશે ફાયદો?
નિકાસમાં વધારો: ભારતીય આઈટી (IT) સેવાઓ, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સટાઈલ માટે ન્યુઝીલેન્ડના બજારમાં પ્રવેશ સરળ બનશે.
રોજગારીની તકો: રોકાણ વધવાથી ભારતમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં રોજગારી વધશે.
ગ્રાહકોને ફાયદો: ન્યુઝીલેન્ડથી આવતી ફળ-ફળાદિ અને અન્ય ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ ભારતીય ગ્રાહકોને સ્પર્ધાત્મક ભાવે મળી રહેશે.
