Site icon

BRICS Literature Forum 2024: ભારત રશિયામાં બ્રિક્સ લિટરેચર ફોરમ 2024માં થયું સહભાગી, આ થીમ હેઠળ કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન.

BRICS Literature Forum 2024: ભારત રશિયામાં બ્રિક્સ લિટરેચર ફોરમ 2024માં સહભાગી થયું. સાહિત્ય સમગ્ર વિશ્વના વિવિધ સમાજો વચ્ચે એકતા અને સહકારને આગળ ધપાવે છે

India participated in BRICS Literature Forum 2024 in Russia

India participated in BRICS Literature Forum 2024 in Russia

News Continuous Bureau | Mumbai 

BRICS Literature Forum 2024 : બ્રિક્સ લિટરેચર ફોરમ 2024ની શરૂઆત બુધવાર, 11 સપ્ટેમ્બર 2024 ના રોજ રશિયાના ( Russia ) કઝાનમાં થઈ હતી. આ પરિષદનું સત્તાવાર ઉદ્ઘાટન કઝાનનાં મેયર શ્રી ઇલ્સુર મેટશીને કર્યું હતું. લિટરેચર બ્રિક્સની 2024ની આવૃત્તિનો વિષય છે, “નવી વાસ્તવિકતામાં વિશ્વ સાહિત્ય. પરંપરાઓ, રાષ્ટ્રીય મૂલ્યો અને સંસ્કૃતિઓનો સંવાદ.” આ સંમેલન બ્રિક્સ દેશોના (  BRICS countries ) લેખકો, કવિઓ, દાર્શનિકો, કલાકારો, વિદ્વાનોનો સંગમ છે. ભારતનું પ્રતિનિધિત્વ સાહિત્ય અકાદમીના પ્રમુખ શ્રી માધવ કૌશિક અને સાહિત્ય અકાદમીના ( Indian Literatures ) સચિવ ડૉ. કે. શ્રીનિવાસરાવ કરે છે. આ સંપૂર્ણ અધિવેશનમાં શ્રી માધવ કૌશિકે આજના વિશ્વમાં સાહિત્યનું કેવી રીતે મહત્ત્વ છે અને સાહિત્ય કેવી રીતે વિશ્વભરના વિવિધ સમાજો વચ્ચે એકતા અને સહકારને આગળ ધપાવે છે તે વિશે વાત કરી હતી. 

Join Our WhatsApp Community

ભારતીય ( India Russia ) સહભાગીઓને સાંકળતી બીજી ઇવેન્ટમાં “મીટ ધ ઓથર્સ ફ્રોમ ઇન્ડિયા”, આ વિષય સાથે “વોલ્ગા ટુ ગંગા: સેલિબ્રેશન ઓફ ટ્રેડિશન એન્ડ મલ્ટિકલ્ચરલિઝમ, મોડરેટરઃ એવજેની અબ્દુલ્લાવ”, ડો. કે. શ્રીનિવાસરાવે જણાવ્યું હતું કે કેવી રીતે સમગ્ર વિશ્વમાં નદી આધારિત સંસ્કૃતિઓએ બહુસાંસ્કૃતિકવાદને પ્રોત્સાહન આપ્યું હતું અને કેવી રીતે બહુસાંસ્કૃતિવાદ એકતાને પ્રોત્સાહન આપે છે અને સામાજિક પ્રગતિને વેગ આપે છે, જ્યારે શ્રી માધવ કૌશિકે ભારત અને રશિયાના પરંપરાગત સાહિત્ય અને તેમાં કેવી રીતે બહુવિધ સાંસ્કૃતિક સાહિત્યિક મૂલ્યોનો સમાવેશ કર્યો હતો તેના પર પ્રકાશ પાડ્યો હતો

આ સમાચાર પણ વાંચો : RESET Programme: રિટાયર્ડ એથ્લેટ્સ માટે સરકારનું મહત્વપૂર્ણ પગલું, કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નિવૃત્ત રમતવીરોને આ પ્રોગ્રામ અરજી કરવા કરી હાકલ.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Switzerland Bar Explosion: સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ: ક્રાન્સ મોન્ટાનાના બારમાં ભીષણ બ્લાસ્ટ; અનેક લોકોના મોતની આશંકા
Zohran Mamdani: ન્યૂયોર્કમાં ઈતિહાસ રચાયો ભારતીય મૂળના જોહરાન મમદાની બન્યા મેયર; કુરાન પર હાથ રાખીને લીધા શપથ
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version