India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધી રહ્યો છે. વિદેશ મંત્રાલયે ભારતમાં બાંગ્લાદેશના હાઈકમિશનર એમ. રિયાઝ હમીદુલ્લાહ ને તેડું પાઠવીને ઢાકામાં ભારતીય દૂતાવાસની સુરક્ષા વ્યવસ્થા અંગે ભારતની ગંભીર ચિંતાઓથી વાકેફ કર્યા છે

India-Bangladesh tensions ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો ઢાકામાં

India-Bangladesh tensions ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો ઢાકામાં

News Continuous Bureau | Mumbai
India-Bangladesh tensions બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતીય દૂતાવાસની સુરક્ષાને લઈને વધતી જતી ચિંતાઓ વચ્ચે ભારત સરકારે બુધવારે દિલ્હીમાં બાંગ્લાદેશના હાઈકમિશનરને તલબ (Summon) કર્યા છે. ઢાકામાં ભારતીય મિશનની બહાર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને ભારત વિરોધી નિવેદનોને પગલે વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ સરકાર સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો છે.

ભારતીય મિશનની સુરક્ષા પર સવાલ

સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી ઢાકામાં ભારતીય મિશનની બહાર સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ભારતે ઔપચારિક રીતે બાંગ્લાદેશ સરકારને સ્થિતિ સ્પષ્ટ કરવા અને દૂતાવાસના સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.ભારતીય હાઈકમિશનરને વારંવાર મળી રહેલી ધમકીઓને ભારતે અત્યંત ગંભીરતાથી લીધી છે.

Join Our WhatsApp Community

ભારત વિરોધી ઉશ્કેરણીજનક નિવેદનો

આ તણાવ પાછળ બાંગ્લાદેશના કેટલાક નેતાઓના ભારત વિરોધી નિવેદનો મુખ્ય કારણ માનવામાં આવે છે.બાંગ્લાદેશની નેશનલ સિટિઝન્સ પાર્ટી (NCP) ના નેતા હસનત અબ્દુલ્લાએ જાહેરમાં ભારત વિરોધી ઝેર ઓક્યું હતું. તેમણે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો (સેવન સિસ્ટર્સ) ને અલગ કરવાની અને અલગતાવાદી તત્વોને આશરો આપવાની ધમકી આપી હતી.

આ સમાચાર પણ વાંચો: Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં

વિજય દિવસના ઠીક બાદ વિવાદ

આશ્ચર્યની વાત એ છે કે આ ઘટનાક્રમ બાંગ્લાદેશના ‘વિજય દિવસ’ (16 ડિસેમ્બર) ના બીજા જ દિવસે સામે આવ્યો છે. આ દિવસ 1971 ના યુદ્ધમાં ભારતની જીત અને બાંગ્લાદેશની આઝાદીની યાદમાં ઉજવવામાં આવે છે.એક તરફ વિદેશ મંત્રી એસ. જયશંકરે વિજય દિવસ નિમિત્તે બાંગ્લાદેશની જનતાને શુભેચ્છા પાઠવી હતી, તો બીજી તરફ ત્યાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ વેગ પકડી રહી છે.

PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
Donald Trump: અમેરિકાના વિઝા મેળવવા હવે લોઢાના ચણા ચાવવા જેવું! ટ્રમ્પે 5 દેશો પર લગાવ્યો ટ્રાવેલ બેન, અન્ય દેશો પર કડક પ્રતિબંધો.
IndiGo Airlines: ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો? એરપોર્ટ જતાં પહેલાં આ એડવાઇઝરી ખાસ વાંચી લો, ઉડાનમાં વિલંબની શક્યતા.
Exit mobile version