Site icon News Continuous Bureau | Mumbai

India-US Trade Deal Update: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ માટે ભારતીય પ્રતિનિધિમંડળ અમેરિકા જશે, જાણો ક્યારથી લાગુ થશે નવા નિયમો

India-US Trade Deal Update: માર્ચ સુધીમાં સત્તાવાર હસ્તાક્ષરની તૈયારી; રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ લાદવામાં આવેલા દંડ ટેરિફ હટાવી લેવાયા, હવે માર્કેટ એક્સેસ પર ધ્યાન.

India-US Trade Deal in Final Stage Indian negotiation team to visit US next week to finalize the legal draft.

India-US Trade Deal in Final Stage Indian negotiation team to visit US next week to finalize the legal draft.

News Continuous Bureau | Mumbai

India-US Trade Deal Update: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થવા જઈ રહ્યા છે. વાણિજ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ અને ભારતના મુખ્ય વાટાઘાટકાર દર્પણ જૈન આગામી અઠવાડિયે અમેરિકાની મુલાકાતે જશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ૭ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનના આધારે વચગાળાના વ્યાપાર કરારના કાયદાકીય મુસદ્દાને આખરી ઓપ આપવાનો છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે માહિતી આપી હતી કે અમેરિકા ભારતીય સામાન પરના ૨૫ ટકા રેસીપ્રોકલ ટેરિફને ઘટાડીને ૧૮ ટકા કરવાની તૈયારીમાં છે. આ ઘટાડો ચાલુ અઠવાડિયે જ જાહેર થઈ શકે છે.

Join Our WhatsApp Channel

કાયદાકીય સમજૂતીમાં બદલાશે સંયુક્ત નિવેદન

૭ ફેબ્રુઆરીએ જે ફ્રેમવર્ક ડીલ પર સહમતી બની હતી, તેને હવે પક્કા કાયદાકીય દસ્તાવેજમાં ફેરવવામાં આવી રહ્યો છે. બંને દેશોના કાયદાકીય નિષ્ણાતો અત્યારે આ દસ્તાવેજને અંતિમ ઓપ આપી રહ્યા છે. આવતા અઠવાડિયે ભારતીય ટીમ અમેરિકા જઈને બાકી રહેલા કાયદાકીય મુદ્દાઓને ઉકેલી લેશે, જેથી માર્ચ સુધીમાં કરાર પર હસ્તાક્ષર કરી શકાય.

આ સમાચાર પણ વાંચો : AI Impact Summit Day 2: AI દુનિયાના માંધાતાઓ આજે એક મંચ પર! ચાઈલ્ડ સેફ્ટી અને હેલ્થકેર પર થશે મોટા મંથન; જાણો બીજા દિવસે શું ખાસ હશે

ટેરિફમાં મોટી રાહત અને બજારની સુલભતા

અગાઉ રશિયા પાસેથી કાચું તેલ ખરીદવા બદલ ભારત પર જે ૨૫ ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો હતો, તે હવે હટાવી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, કેટલાક ખાસ ઉત્પાદનો પર ટેરિફ શૂન્યકરવા પર પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, રાજેશ અગ્રવાલે સ્પષ્ટ કર્યું કે ટેરિફમાં કોઈ પણ મોટો ઘટાડો કે બજારની વધુ સુલભતા ત્યારે જ લાગુ થશે જ્યારે બંને દેશો સત્તાવાર રીતે કરાર પર હસ્તાક્ષર કરશે.

ભારતીય અર્થતંત્રને શું ફાયદો થશે?

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આ કરાર ભારત માટે અત્યંત સંતુલિત અને ફાયદાકારક છે. ૩૦ ટ્રિલિયન ડોલરના અમેરિકન માર્કેટમાં ભારતીય નિકાસ માટે નવા દરવાજા ખુલશે. આનાથી ભારતના MSME (નાના અને મધ્યમ ઉદ્યોગો), ખેડૂતો, માછીમારો અને હુનર ધરાવતા યુવાનોને સીધો ફાયદો થશે. એક વર્ષ સુધી ચાલેલી લાંબી વાટાઘાટો બાદ આ ઐતિહાસિક સફળતા મળી રહી છે.

China Turkey weapon in Pakistan ડ્રેગન અને તુર્કીની નવી ચાલ..? પાકિસ્તાનમાં અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ પહોંચતા ભારતીય રક્ષા મંત્રાલય એલર્ટ!
Iran currency crash “અર્થવ્યવસ્થા બેકફૂટ પર…” અમેરિકી પ્રતિબંધોથી ઈરાનમાં હાહાકાર, 1 યુએસ ડૉલરની કિંમત જાણીને ચોંકી જશો!
Doval masterstroke decoded પુતિન સાથે જિનપિંગ પણ આવશે ભારત? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની રણનીતિનો ખુલાસો
World most powerful navies list વૈશ્વિક તાકાતમાં મોટો ફેરફાર અમેરિકાને પાછળ છોડી ચીનરુસ આગળ, ટોપ૧૦ નૌસેનાઓની યાદીમાં ભારતની સ્થિતિ જાણીને ગર્વ થશે
Exit mobile version