Site icon

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને મળી મોટી સફળતા, સલાહકાર સમિતિમાં ભારતીય રાજદ્વારીઓની પસંદગી થઈ…. જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

07 નવેમ્બર 2020

સંયુક્ત રાષ્ટ્ર(UN)માં ભારતને એક મોટી સફળતા મળી છે. ભારતીય રાજદ્વારી વિદિશા મિત્રાને એડમિનિસ્ટ્રેટિવ અને બજેટ સંબંધી પ્રશ્ન પર સંયુક્ત રાષ્ટ્રની સલાહકાર સમિતિના સભ્ય બની ગયા છે. આ યુનાઇટેડ નેશન્સનો એક પેટા વિભાગ છે. એશિયા પેસિફિક રાષ્ટ્રોના જૂથમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના મિશનના પ્રથમ સચિવ મિત્રાને 126 મતો મળ્યા હતા. મહત્વ પૂર્ણ છે કે જનરલ એસેમ્બલી એડવાઇઝરી કમિટી સભ્યોની નિમણૂક કરે છે. સભ્યોની પસંદગી ભૌગોલિક પ્રતિનિધિત્વ, વ્યક્તિગત લાયકાતો અને અનુભવના આધારે કરવામાં આવે છે. એશિયા-પેસિફિક દેશોના જૂથમાંથી નામાંકિત થયેલ બે ઉમેદવારોમાં મિત્રા એક છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો હશે જે 1 જાન્યુઆરી 2021 થી શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે આ જીત એવા સમયે મળી છે જ્યારે ભારત જાન્યુઆરી 2021 થી બે વર્ષ માટે યુએન સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે પદ સંભાળવાની તૈયારી કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત ટી.એસ. તિરુમૂર્તિએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોના જબરદસ્ત સમર્થનથી યુનાઇટેડ નેશન્સ ACABQમાં મિત્રાની પસંદગી કરવામાં આવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મિત્રા ACABQના કામકાજમાં સ્વતંત્ર, ઉદ્દેશ્યપૂર્ણ અને સંતુલિત પરિપ્રેક્ષ્‍ય લાવશે.

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version