ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,
15 ફેબ્રુઆરી, 2022
મંગળવાર.
યૂક્રેનમાં રશિયાના હુમલાના વધતા જોખમની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે.
યૂક્રેન સ્થિત દૂતાવાસે ભારતીયોને અપીલ કરી છે કે તે દેશ છોડીને જાય.
દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ખાસ તો વિદ્યાર્થીઓ અસ્થાયી રીતે પાછા જઈ શકે છે, જેમનું રોકાવું ખૂબ જ જરૂરી નથી.
આ સિવાય ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તે યૂક્રેન બિન-જરૂરી પ્રવાસ ટાળે.