Site icon

ન્યુજર્સીમાં ભારતીય જવેલર્સની શોરૂમમાં દિલધડક લૂંટ- સાતથી આઠ લુંટારુંઓએ 60 સેકેન્ડમાં ખેલ તમામ કર્યો- CCTV ફૂટેજ આવ્યા સામે-જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai 

અમેરિકાના(America) ન્યૂજર્સીમાં( New Jersey) આવેલા ભારતીય જ્વેલરી શોરૂમમાં(Indian Jewelery Showroom) અજાણ્યા 7થી 8 લૂંટારૂઓએ(robbers) ત્રાટકીને ફક્ત 60 સેકન્ડમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર લૂંટની ઘટનાના સીસીટીવી(CCTV) સામે આવ્યા છે.

Join Our WhatsApp Community

ન્યૂજર્સીના 1394 Oak Tree Rd, Iselin ખાતે વિરાણી ગોલ્ડ એન્ડ ડાયમંડ શોરૂમ(Virani Gold & Diamond Showroom) આવેલો છે, જેમાં 10 જૂને આ લૂંટ કરવામાં આવી હતી. લૂંટની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. લૂંટારૂઓ મર્સિડીઝમાં(Mercedes) લૂંટને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.

મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ લૂંટના બનાવ પહેલા બહારથી એક કર્મચારી શો રૂમની અંદર આવે છે અને દરવાજો લોક થાય તે પહેલા જ લૂંટારૂઓ પણ પ્રવેશ કરે છે. હાથમાં હથિયારો સાથે આવેલા લૂંટારૂઓએ સૌથી પહેલા મહિલા કર્મચારી પર હુમલો કરે છે. તો બીજી તરફ કેટલાક લૂંટારૂઓ કાચ તોડીને જ્વેલરી શો રૂમમાં લૂંટ ચલાવે છે. લૂંટારૂઓએ મોં પર માસ્ક અને હાથ પર ગ્લોવ્ઝ પહેરેલા હતા જેથી તેઓ કોણ હતા તે જાણી શકાયું નહોતું. લૂંટ દરમિયાન લૂંટારૂઓએ કર્મચારીને ડરાવવા માટે ગોળી પણ ચલાવી હતી. એક મિનિટમાં જ લૂંટારાઓએ જ્વેલર્સના શો-કેસ(show-case of jewelers) તોડીને બધા દાગીના અને રોકડ રકમ લૂંટી લીધી હતી. સદનસીબે કોઇ કર્મચારીને હાનિ પહોંચાડી નહોતી.

આ સમાચાર પણ વાંચો : આ દેશમાં નુપુર શર્માનો વિરોધ કરનારા પ્રદર્શનકારીઓ પર સરકારની મોટી કાર્યવાહી- નોકરી-ધંધા બધુ ચોપટ- મળી દેશનિકાલની સજા

મીડિયા હાઉસ માં આવેલા અહેવાલ મુજબ  વિરાની જ્વેલર્સની આસપાસમાં મોટાભાગની દુકાનો ભારતીય મૂળના લોકોની જ છે. જેથી વિસ્તારમાં હાલ આ લૂંટ બાદ ગભરાટનો માહોલ સર્જાયો હતો. લૂંટારાઓના ગયા પછી કર્મચારીઓએ પોલીસને ફોન કરીને માહિતી આપી હતી.
 

Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Zohrab Mamdani: અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: ઝોહરાન મમદાની ઉપરાંત આ ભારતીયો એ પણ જીતનો ઝંડો લહેરાવ્યો
Zohran Mamdani: ટ્રમ્પની આશાઓ પર ફર્યું પાણી, ઝોહરાન મમદાનીએ જીતી ન્યૂયોર્કની ચૂંટણી, પ્રથમ ભારતીય-અમેરિકન મુસ્લિમ મેયર બનશે
Exit mobile version