અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના હટી ગયા પછી અહી આતંકીઓ ફરીથી સક્રિય થઇ ગયા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર કંદહારના સ્પિન બોલ્ડક જિલ્લામાં તાલિબાનોએ તેમની હત્યા કરી નાખી છે.
ભારતીય મૂળનાં પત્રકાર અને પુલિત્ઝર એવોર્ડ વિજેતા દાનિશ સિદ્દીકીની ગણના દુનિયાના શ્રેષ્ઠ ફોટો જર્નાલિસ્ટમાં થતી હતી.
ઉલ્લેખનીય છે કે તેઓ આંતરરાષ્ટ્રીય એજન્સી સાથે કાર્યરત હતા અને અફઘાનિસ્તાનમાં થઇ રહેલી હિંસાના કવરેજ માટે ગયા હતા.
