News Continuous Bureau | Mumbai
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેન- રશિયા યુદ્ધ વચ્ચે ભારતના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે.
રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, યુક્રેન અને રશિયાના હુમલા પર ભારતની સ્થિતિ થોડી અસ્થિર છે.
સાથે તેઓએ કહ્યું કે, જાપાન અને ઓસ્ટ્રેલિયા ક્વાડમાં વ્લાદિમીર પુતિનના આક્રમક વલણ સામે ખૂબ જ કડક છે.
જોકે ભારત આમાં અપવાદ છે, જેનું આ મામલે વલણ થોડું નરમ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે યુક્રેન પર હુમલો કર્યા બાદ અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ ઘણા કડક પગલાં લીધા છે અને રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. પરંતુ ભારતે આ મામલે તટસ્થતાની નીતિ અપનાવી છે
આ સમાચાર પણ વાંચો : ઈમરાન ખાનને પડતા પર પાટુ, એક તરફ ખુરશી સંકટમાં, હવે ચૂંટણી પંચે આ કારણે ફટકાર્યો મસમોટો દંડ.. જાણો વિગતે
