Site icon

US Shooting: અમેરિકાનાં લેવિસ્ટનમાં અંધાધૂંધ ગોળીબાર, 22 લોકોનાં મોત, આટલા લોકો ઘાયલ.. વાંચો વિગતે અહી…

US Shooting: અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકા ફરી એકવાર અંધાધૂંધ ગોળીબારથી હચમચી ગયું છે. મેઈનના લેવિસ્ટન શહેરમાં બનેલી આ ફાયરિંગની ઘટનામાં 22 લોકોના મોત થયા છે, જ્યારે 50-60 લોકો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ મળી રહ્યા છે…

Indiscriminate shooting in Lewiston, America, 22 people dead, more than 50 injured

Indiscriminate shooting in Lewiston, America, 22 people dead, more than 50 injured

News Continuous Bureau | Mumbai 

US Shooting: અમેરિકા (America) માં બુધવારે (25 ઓક્ટોબર) મેઈન રાજ્યના લેવિસ્ટન (Lewiston) શહેરમાં ઓછામાં ઓછા ત્રણ સ્થળોએ ફાયરિંગ (Firing) ની ઘટનાઓ બની હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. સીએનએનના અહેવાલ મુજબ, 50-60 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ફાયરિંગની ઘટના 25મી ઓક્ટોબરે મોડી રાત્રે બની હતી. ઘટના બાદ આરોપી ફરાર છે. તેની પાસે એક બંદૂક હતી, જેની મદદથી તે લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યો હતો.

Join Our WhatsApp Community

અહેવાલ મુજબ ફાયરિંગની ઘટના બોલિંગ એલી, લોકલ બાર અને વોલમાર્ટ સેન્ટરમાં થઈ હતી. એપીના જણાવ્યા અનુસાર, બે પોલીસ અધિકારીઓએ નામ ન આપવાની શરતે માહિતી આપી હતી કે મૃત્યુઆંક વધી શકે છે. તેમણે કહ્યું કે તપાસ અધિકારીઓ હજુ પણ ઘટના સ્થળની તપાસ કરી રહ્યા છે અને પુરાવા એકત્ર કરી રહ્યા છે.

ગોળીબારની આ હૃદયદ્રાવક ઘટનામાં અમેરિકન શહેર લેવિસ્ટનના પોલીસ અધિકારીઓ બે શૂટર્સની શોધ કરી રહ્યા છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, શંકાસ્પદ હુમલાખોરની બે તસવીરો પોસ્ટ કરવામાં આવી છે, જેમાં તેણે પોતાના હાથમાં સેમી-ઓટોમેટિક રાઇફલ પકડી છે. ફાયરિંગની ઘટનામાં સામેલ હુમલાખોરની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ છે. તેણે લગભગ 20 વર્ષ સુધી સેનામાં સાર્જન્ટ તરીકે કામ કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Gujarat : નિફટ ગાંધીનગર દ્વારા દીક્ષાંત સમારોહ 2023 અને “ખાદી મહોત્સવ” પ્રદર્શનની ઉજવણી

ફાયરિંગની આ સૌથી મોટી ઘટના….

એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે આ કેસ અંગે ફેસબુક પર એક નિવેદન જારી કર્યું છે અને શંકાસ્પદ વ્યક્તિ વિશે માહિતી શેર કરી છે. આ સિવાય મૈને સ્ટેટ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પણ માહિતી આપી છે અને સક્રિય શૂટર વિશે ચેતવણી પણ આપી છે.

કાઉન્ટી શેરિફ ઓફિસે લેવિસ્ટન ગોળીબારમાં સંડોવાયેલા શંકાસ્પદના ફોટા જાહેર કર્યા છે. આ સિવાય લેવિસ્ટન સ્ટેટ પોલીસે ફેસબુક પર એક પોસ્ટ દ્વારા લોકોને સૂચના આપી છે કે કૃપા કરીને દરવાજા બંધ કરો અને તમારા ઘરની અંદર રહો. જો તમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ દેખાય, તો કૃપા કરીને 911 પર કૉલ કરીને અમને સૂચિત કરો. એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ જો બિડેન (Joe Biden) ને પણ હુમલા અંગે જાણ કરવામાં આવી છે.

લેવિસ્ટન હુમલાને વર્ષ 2022 પછીનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે, કારણ કે ગયા વર્ષે મે મહિનામાં ટેક્સાસના ઉવાલ્ડેની એક પ્રાથમિક શાળામાં ગોળીબારની ઘટના બની હતી, જેમાં બે શિક્ષકો સહિત 19 બાળકોના મોત થયા હતા. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2022 દરમિયાન અમેરિકામાં ફાયરિંગ સંબંધિત 647 ઘટનાઓ નોંધવામાં આવી હતી.

PM Modi Birthday Call: જન્મદિવસે ટ્રમ્પ નો પીએમ મોદીને ફોન, જાણો શું થઇ બંને વચ્ચે ચર્ચા
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Andheri suicide case: અંધેરીમાં ૩૪ વર્ષીય યુવકે કર્યો આપઘાત
Dadar railway molestation: દાદર રેલવે સ્ટેશન પર 19 વર્ષીય યુવતી સાથે છેડતી કરવા બદલ 62 વર્ષીય વ્યક્તિની ધરપકડ
Exit mobile version