Site icon News Continuous Bureau | Mumbai

Iran Attacks Qatars Ras Laffan Refinery: ઈરાનના ભીષણ હુમલામાં કતરને (Qatar) કેટલું નુકસાન? LNG નિકાસ ક્ષમતામાં ૧૭% નો ઘટાડો, જાણો વૈશ્વિક અર્થતંત્ર પર શું થશે અસર

Iran Attacks રાસ લફ્ફાન રિફાઇનરી (Ras Laffan Refinery) પર ઈરાની સ્ટ્રાઈકથી મચી તબાહી, નુકસાનની ભરપાઈ કરતા ૫ વર્ષ લાગશે, ચીન-કોરિયા સહિતના દેશો મુશ્કેલીમાં.

Iran Attacks Qatar's Ras Laffan Refinery Qatar Faces 17 LNG Export Loss and $20 Billion Revenue Deficit

Iran Attacks Qatar's Ras Laffan Refinery Qatar Faces 17 LNG Export Loss and $20 Billion Revenue Deficit

News Continuous Bureau | Mumbai

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના ૨૧મા દિવસે ઈરાને કતરના ઉર્જા મથકો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. ઈરાની સેનાએ કતરની પ્રતિષ્ઠિત ‘રાસ લફ્ફાન’ (Ras Laffan) ગેસ રિફાઇનરી પર કરેલા હવાઈ હુમલા બાદ આખા વિશ્વમાં ટેન્શનનો માહોલ છે. કતર સરકારે જારી કરેલા સત્તાવાર આંકડા મુજબ, આ હુમલાને કારણે દેશની એલએનજી (LNG) નિકાસ ક્ષમતામાં ૧૭% નો મોટો ઘટાડો નોંધાયો છે, જેની અસર એશિયા અને યુરોપના બજારો પર સીધી રીતે પડશે.

Join Our WhatsApp Channel

૨૦ અબજ ડોલરનું વાર્ષિક નુકસાન અને ૫ વર્ષનો રિપેરિંગ સમય (Financial Impact)

કતર સરકારે જણાવ્યું છે કે રાસ લફ્ફાન ગેસ ફિલ્ડ પર થયેલા હુમલાથી રિફાઇનરીમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે અબજો ડોલરના પ્રોજેક્ટ્સને નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનને કારણે કતરને વાર્ષિક અંદાજે ૨૦ અબજ ડોલરની (20 Billion USD) આવક ગુમાવવી પડશે. આટલા મોટા પાયે થયેલા વિનાશને ઠીક કરવામાં ૩ થી ૫ વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે. આ દરમિયાન કતરને તેના ઘણા આંતરરાષ્ટ્રીય ગેસ સપ્લાય કોન્ટ્રાક્ટ્સ પર ‘ફોર્સ મેજ્યોર’ (Force Majeure) જાહેર કરવાની ફરજ પડી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Iran-Israel War: માત્ર તેલ અને ગેસ જ નહીં, ઈરાન ઇન્ટરનેટ પર પણ લગાવી શકે છે બ્રેક: ભારત સહિત આખી દુનિયાની ડિજિટલ લાઈફ (Digital Life) જોખમમાં

ચીન, દક્ષિણ કોરિયા અને યુરોપ પર ગેસ સંકટ (Global Supply Chain)

ઈરાનના આ હુમલામાં કતરની એલએનજી ઉત્પાદન કરતી ‘ટ્રેન ૪’ અને ‘ટ્રેન ૬’ સુવિધાઓને ગંભીર નુકસાન થયું છે. આનાથી વાર્ષિક ૧૨.૮ મિલિયન ટન (MTPA) ઉત્પાદન પ્રભાવિત થયું છે. કતરના આ ઉત્પાદન પર ચીન (China), દક્ષિણ કોરિયા, ઇટાલી અને બેલ્જિયમ જેવા દેશો નિર્ભર છે. આ હુમલા બાદ આ દેશોમાં ગેસની અછત સર્જાઈ શકે છે અને તેની કિંમતોમાં પણ તોતિંગ વધારો થવાની સંભાવના છે. કતરે ઉર્જા પ્રોજેક્ટ્સ પર કરેલું ૨૬ અબજ ડોલરનું રોકાણ અત્યારે જોખમમાં છે.

મધ્ય-પૂર્વમાં વધતો જતો તણાવ અને ભારતની ચિંતા (Geopolitical Tension)

બુધવારે ઈરાનના ‘સાઉથ પાર્સ’ ગેસ ફિલ્ડ પર થયેલા હુમલાના વળતા પ્રહાર તરીકે ઈરાને આ કાર્યવાહી કરી છે. ઈરાને હવે મધ્ય-પૂર્વના દેશોના તેલ અને ગેસ ફિલ્ડ્સને નિશાન બનાવવાની શરૂઆત કરી દીધી છે. ભારત માટે પણ આ ચિંતાનો વિષય છે કારણ કે ભારત કતર પાસેથી મોટી માત્રામાં એલએનજી આયાત કરે છે. જો સપ્લાય લાંબા સમય સુધી બંધ રહેશે, તો ભારતના પાવર પ્લાન્ટ્સ અને ફર્ટિલાઈઝર ઉદ્યોગો પર તેની માઠી અસર પડી શકે છે.

Supreme Court Food Labelling તમે જે પેકેજ્ડ ફૂડ ખાઓ છો તેમાં શું છે? સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ લેબલિંગ મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો સ્પષ્ટ જવાબ
Iran US War યુદ્ધમાં ઈરાને અમેરિકાના ૪૫ રીપર ડ્રોન તોડી પાડ્યા, યુએસ હથિયાર પુરવઠા પર મોટો સંકટ
Iranian President India Visit ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન ભારતની મુલાકાતે આવશે, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
Indus Waters Treaty Threat સિંધુ જળ સંધિ વિવાદમાં પાકિસ્તાનનો બફાટ; શહબાઝ શરીફે ભારત સામે યુદ્ધની આપી ચેતવણી
Exit mobile version