Site icon

Iran : ઈરાનનો સૂર બદલાયો; આ દુશમન દેશ સાથે મંત્રણા માટે તૈયાર, ખમેનીએ કહ્યું: અમને કોઈ સમસ્યા નથી

Iran : અમેરિકા પ્રત્યે દુશ્મનાવટ દર્શાવતો ઈરાનનો સૂર બદલ્યો છે. સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખમેનીએ તાજેતરમાં જ તેમના દેશના ઝડપથી વધી રહેલા પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા સાથે વાતચીત કરવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે અમને આમાં કોઈ વાંધો નથી.

Iran Iran's Khamenei opens door to talks with US over Tehran's nuclear program

Iran Iran's Khamenei opens door to talks with US over Tehran's nuclear program

News Continuous Bureau | Mumbai  

 Iran : હમાસ ચીફ ઈસ્માઈલ હનીયેહની હત્યા બાદ ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનીએ દુશ્મન દેશ અમેરિકા પર પોતાનો સૂર બદલ્યો છે.  હાલમાં જ તેમના દેશના ઝડપથી વધી રહેલા પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા સાથે વાતચીત કરવાનો સંકેત આપ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમણે કહ્યું છે કે ઈરાનને અમેરિકા સાથે વાત કરવામાં કોઈ સમસ્યા નથી, ભલે અમેરિકાને ‘દુશ્મન’ માનવામાં આવે. ખામેનીએ રાજ્યના ટેલિવિઝન પર પ્રસારિત એક વીડિયો સંદેશમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે “આપણે દુશ્મનો પાસે  આશા ન રાખવી જોઈએ” અને “આપણે આપણી યોજનાઓ માટે દુશ્મનોની મંજૂરીની રાહ જોવી જોઈએ નહીં”.

Join Our WhatsApp Community

  Iran : અમેરિકા પર ભરોસો ન કરી શકાય

સુધારાવાદી રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનની સરકાર હેઠળ થઈ રહેલી મંત્રણાના સંદર્ભમાં ખમેનીની આ ટિપ્પણીઓ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકા પર ભરોસો ન કરી શકાય, પરંતુ વાતચીતમાં જોડાવું વિરોધાભાસી નથી. આ નિવેદન ઈરાન માટે નવી દિશાની નિશાની હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે 2015 પરમાણુ કરારના સમયને યાદ કરવામાં આવે છે, જેમાં ઈરાન તેના પરમાણુ કાર્યક્રમની ગતિ ધીમી કરવા માટે સંમત થયું હતું.

આ સમાચાર પણ વાંચોઃ CJI DY Chandrachud : ‘હેલો! હું CJI ચંદ્રચુડ બોલું છું…’ ચીફ જસ્ટિસના નામે છેતરપિંડીનો પ્રયાસ; સુપ્રીમ કોર્ટે કરી આ કાર્યવાહી

 Iran :  ઇઝરાયલ-હમાસ યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં તણાવ

ખમેનીની ટિપ્પણીઓ છતાં, તે સ્પષ્ટ નથી કે પેજેશ્કિયનની સરકાર કેટલી છૂટછાટ આપશે. હાલમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં તણાવ છે અને નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અમેરિકામાં તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં ઈરાન માટે વાટાઘાટોની શક્યતાઓ મર્યાદિત થઈ શકે છે.

 Iran : અમેરિકા અને પશ્ચિમી દેશોની ચિંતા વધી

ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોની ચિંતા વધી રહી છે. ખમેનીની આ નવી રણનીતિ અમેરિકા સાથે વાતચીતની શક્યતા ખોલી શકે છે, પરંતુ તે એક પડકાર પણ છે, કારણ કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ઝડપથી તૈયાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, ખમેનીની આ ટિપ્પણીઓ ઈરાનની વિદેશ નીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક તરફ ઈશારો કરી રહી છે, જેની પ્રાદેશિક અને વૈશ્વિક રાજનીતિ પર નોંધપાત્ર અસર થઈ શકે છે.

Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ નામના વકીલે માર્ક ઝકરબર્ગ સામે કર્યો કેસ; કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ
Pakistan nuclear weapons: પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, ભારતની ચિંતા વધી, જાણો શું છે સમગ્ર મામલો
Pakistan China Relations: ચીન-પાકિસ્તાન ની મિત્રતામાં આવી તિરાડ? આ પ્રોજેક્ટ માંથી ડ્રેગન ની પીછેહઠ કરાતા ચર્ચા નું બજાર થયું ગરમ
India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Exit mobile version