Site icon News Continuous Bureau | Mumbai

Iran US Talks Ended Forever: વિશ્વયુદ્ધની જ્વાળાઓ વધુ ભડકશે? ઈરાને અમેરિકાને આપ્યો જોરદાર ઝટકો; ટ્રમ્પના વલણથી રોષે ભરાયેલા ઈરાને વાતચીત બંધ કરતા તણાવ ચરમસીમાએ.

Iran US Talks Ended Forever:ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીનો અમેરિકા પર ગંભીર આરોપ- ‘શાંતિની વાતો વચ્ચે અમારા પર હુમલા કર્યા’; હવે મુત્સદ્દીગીરી માટે કોઈ જગ્યા નથી.

Iran Permanently Closes Diplomatic Doors with USA Foreign Minister Araghchi Accuses Trump Administration of Betrayal Amid War

Iran Permanently Closes Diplomatic Doors with USA Foreign Minister Araghchi Accuses Trump Administration of Betrayal Amid War

News Continuous Bureau | Mumbai

Iran US Talks Ended Forever: મધ્ય પૂર્વમાં ચોથા સપ્તાહમાં પહોંચેલા ભયાનક જંગ વચ્ચે ઈરાને અમેરિકા પ્રત્યે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે અમેરિકા હવે ભરોસાને પાત્ર નથી અને તેની સાથેની તમામ કૂટનીતિક વાતચીત કાયમ માટે પૂરી થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જારી કરાયેલા એક વીડિયોમાં ઈરાની વિદેશ મંત્રીએ અમેરિકા પર દગાબાજીનો આરોપ લગાવ્યો છે.

Join Our WhatsApp Channel

‘વાતચીત દરમિયાન જ કરવામાં આવ્યા હુમલા’

 વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, “અમેરિકા સાથેનો અમારો અનુભવ અત્યંત કડવો રહ્યો છે. અમને વારંવાર વચન આપવામાં આવ્યું હતું કે કોઈ સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે નહીં અને પરમાણુ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવશે. પરંતુ જ્યારે અમારી અને તેમની ટીમો વચ્ચે વાતચીત ચાલી રહી હતી અને પ્રગતિ થઈ રહી હતી, તે જ સમયે અમેરિકાએ અમારા પર હુમલા શરૂ કરી દીધા.” આ વિશ્વાસઘાતને કારણે હવે વાતચીતની કોઈ ગુંજાઈશ રહી નથી.

 

 

આ સમાચાર પણ વાંચો: LPG Booking Update: BPCL નો નવો આદેશ! ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગેસ મેળવવા આપવી પડશે આ વધારાની વિગત; જાણો હવે કેવી રીતે થશે બુકિંગ.

હોર્મુઝ અને પાવર પ્લાન્ટ્સ પર વધતો તણાવ

 યુદ્ધના ૨૪મા દિવસે સ્થિતિ વધુ સ્ફોટક બની છે.જો ઈરાન ૪૮ કલાકમાં હોર્મુઝની સામુદ્રધુની નહીં ખોલે, તો અમેરિકા ઈરાનના પાવર ગ્રીડ અને વીજળી મથકો પર હુમલો કરશે. જો અમારા પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવાશે, તો અમે હોર્મુઝ માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દઈશું અને પશ્ચિમ એશિયામાં અમેરિકાના સાથી દેશોના ઉર્જા અને પાણીના ઠેકાણાઓ ઉડાવી દઈશું.ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે પણ આ ચેતવણી દોહરાવી છે.

યુદ્ધ અપરાધ અને માનવીય સંકટ

 સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂતે ચેતવણી આપી છે કે વીજળી મથકો પર હુમલો કરવો એ ‘યુદ્ધ અપરાધ’ ગણાશે, કારણ કે તેનાથી સામાન્ય નાગરિકો, હોસ્પિટલો અને જીવનજરૂરી સુવિધાઓ ખોરવાઈ જશે. અત્યાર સુધી આ યુદ્ધમાં ૨૫૦૦ થી વધુ લોકોના મોત થયા છે. લેબનાન પર ગ્રાઉન્ડ એટેક અને ઈરાનમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓએ સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. ઈરાનનું કહેવું છે કે હવે તેમની પ્રાથમિકતા વાતચીત નહીં પણ દુશ્મનને સજા આપવાની છે.

Mount Kailash mystery અધ્યાત્મ, પ્રતિબંધો કે કોઈ અદભુત શક્તિ? કૈલાશ પર્વતના રહસ્ય આગળ વિજ્ઞાન પણ છે લાચાર
US Iran war અમેરિકા અને ઇઝરાયેલના ૪૮ કલાકના પ્લાનથી ઈરાનમાં ખળભળાટ, રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને આપ્યા મોટા સંકેત
US court setback for Donald Trump ‘તમે વ્હાઈટ હાઉસના માલિક નહીં ભાડુઆત છો…’ મનમાની કરતાં ટ્રમ્પને અમેરિકન કોર્ટનો મોટો ઝટકો
US Nuclear Strategy રશિયાચીન સાથે વધતો તણાવ કે અન્ય કારણ? અમેરિકા કેમ બદલી રહ્યું છે પોતાની પરમાણુ નીતિ
Exit mobile version