Site icon News Continuous Bureau | Mumbai

Iran Praises Indian Diplomacy: તેહરાનથી ભારત માટે આવ્યા સારા સમાચાર: વિદેશ નીતિમાં ભારતની પકડ જોઈ ઈરાન પણ રહી ગયું દંગ.

Iran Praises Indian Diplomacy:‘ગ્લોબલ સાઉથ’ ના અવાજ તરીકે ભારત ભજવી શકે છે મોટી ભૂમિકા; ટ્રમ્પના અલ્ટીમેટમ અને હોર્મુઝ સંકટ વચ્ચે ઈરાની નેતાઓએ ભારત પર મૂક્યો વિશ્વાસ

Iran Praises India’s Balanced Foreign Policy Amid Conflict; Calls India a Key Player to Defuse Tensions with US

Iran Praises India’s Balanced Foreign Policy Amid Conflict; Calls India a Key Player to Defuse Tensions with US

News Continuous Bureau | Mumbai

Iran Praises Indian Diplomacy: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ ગંભીર પરિસ્થિતિમાં ઈરાને ભારતની મધ્યસ્થી અને કૂટનીતિક ક્ષમતા પર ભરોસો વ્યક્ત કર્યો છે. ભારતમાં ઈરાનના સુપ્રીમ લીડરના પ્રતિનિધિ અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ જણાવ્યું છે કે, “ભારતની કૂટનીતિ ખૂબ જ સારી છે અને તેઓ આ વિવાદને ઉકેલવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી શકે છે.” આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડી ખોલવા માટે ઈરાનને આખરી ચેતવણી આપી છે.

Join Our WhatsApp Channel

 ભારતની સંતુલિત વિદેશ નીતિ અને વૈશ્વિક પ્રભાવ

ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ પણ તાજેતરમાં ભારતની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ભારત એક એવો દેશ છે જે તમામ પક્ષો સાથે ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે. પોતાની સંતુલિત વિદેશ નીતિને કારણે ભારત ગેરસમજો ઘટાડવામાં અને રાજદ્વારી રસ્તાઓ મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે. ભારતનું સ્થાન ‘ગ્લોબલ સાઉથ’ ના નેતા તરીકે અત્યંત વિશિષ્ટ છે, જે તેને એક વિશ્વાસપાત્ર મધ્યસ્થી બનાવે છે.

આ સમાચાર પણ વાંચો : Bab-al-Mandeb Strait:હોર્મુઝ બાદ હવે કયા સમુદ્રી રસ્તાને નિશાન બનાવશે ઈરાન? ગ્લોબલ સપ્લાય ઠપ થવાની ભીતિથી દુનિયાભરમાં હાહાકાર!

એસ. જયશંકર અને ઈરાની વિદેશ મંત્રી વચ્ચે સંવાદ

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનો ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર પર ફોન આવ્યો હતો. બંને નેતાઓ વચ્ચે પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અને ઉર્જા પુરવઠા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. જયશંકરે આ ઉપરાંત કતાર અને યુએઈના નેતાઓ સાથે પણ વાતચીત કરી છે. ભારત અત્યારે પડદા પાછળ રહીને યુદ્ધ રોકવા અને હોર્મુઝની ખાડીમાંથી તેલનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સક્રિય કૂટનીતિ કરી રહ્યું છે.

 ટ્રમ્પનું અલ્ટીમેટમ અને હોર્મુઝનું મહત્વ

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ૭ એપ્રિલ (મંગળવાર) સુધીનો સમય આપ્યો છે. જો હોર્મુઝની ખાડી નહીં ખોલવામાં આવે, તો ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ અને પુલોને નિશાન બનાવવાની ધમકી આપી છે. હોર્મુઝની ખાડી વૈશ્વિક અર્થવ્યવસ્થાની જીવનરેખા છે, કારણ કે દુનિયાનું ૨૦% કાચું તેલ અહીંથી પસાર થાય છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને આ માર્ગ પર કડક નિયંત્રણ લાદ્યું છે, જેના કારણે વૈશ્વિક બજારમાં તેલની કિંમતો આસમાને પહોંચી છે.

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Israel Turkey Tensions સીરિયા મુદ્દે ઇઝરાઇલ અને તુર્કી સામસામે મધ્ય પૂર્વમાં નવા યુદ્ધનું જોખમ વધ્યું કે માત્ર રાજકીય રમત? જાણો વિગતવાર.
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
Exit mobile version