Site icon News Continuous Bureau | Mumbai

Iran President Helicopter Crash: 17 કલાક પછી રાષ્ટ્રપતિ રાયસીના ગુમ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો, દૂર્ઘટનામાં ઈબ્રાહીમ રઈસીનુ મોત; ઈરાની મીડિયાનો દાવો..

Iran President Helicopter Crash: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. ઈરાની રેસ્ક્યુ ટીમ રેડ ક્રેસેન્ટ કલાકોની મહેનત બાદ હેલિકોપ્ટર ક્રેશ સ્થળ પર પહોંચી હતી, જ્યાં કોઈના જીવિત બચવાના કોઈ ચિહ્નો નહોતા. આ હેલિકોપ્ટરમાં રાષ્ટ્રપતિ રાયસી અને ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીર અબ્દુલ્લાહિયન સહિત કુલ 9 લોકો સવાર હતા અને એવી આશંકા છે કે આ દુર્ઘટનામાં તમામના મોત થયા છે.

Iran President Helicopter Crash President of Iran Ibrahim Reisi died in a helicopter crash

Iran President Helicopter Crash President of Iran Ibrahim Reisi died in a helicopter crash

 News Continuous Bureau | Mumbai 

 Iran President Helicopter Crash : ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હોવાના અહેવાલ છે. ઈરાનની અર્ધ-સત્તાવાર સમાચાર એજન્સી મેહરે આની જાહેરાત કરી છે. તેમની સાથે હેલિકોપ્ટરમાં હાજર વિદેશ મંત્રી હુસૈન અમીરાબ્દુલ્લાહિયનના મૃત્યુની માહિતી પણ આપવામાં આવી છે. આ પહેલા તેમના હેલિકોપ્ટરનો કાટમાળ અઝરબૈજાનની પહાડીઓમાંથી મળી આવ્યો હતો. બોર્ડમાં રાષ્ટ્રપતિ રાયસી સહિત 9 લોકો સવાર હતા.

Join Our WhatsApp Channel

Iran President Helicopter Crash : હેલિકોપ્ટર ઈરાનના જોલ્ફામાં ક્રેશ થયું

મહત્વનું છે કે ગઈકાલે રવિવારે રાયસીનું હેલિકોપ્ટર ઈરાનના જોલ્ફામાં ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરમાં ઈરાનના રાષ્ટ્રપતિ રાયસી અને વિદેશ મંત્રી હુસૈન ઉપરાંત, હેલિકોપ્ટરમાં પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલિક રહેમતી, તબરીઝના ઇમામ મોહમ્મદ અલી અલીહાશેમ, એક પાઇલટ, સહ-પાયલટ, ક્રૂ ચીફ, સુરક્ષાના વડા અને અંગરક્ષક હતા.

આ સમાચાર પણ વાંચો: Mumbai Lok Sabha elections 2024: મતદાન લોકશાહીનો અધિકાર.. વહેલી સવારે અનિલ અંબાણી પહોંચ્યા પોલિંગ બુથ, લાઈનમાં ઉભા રહીને કર્યું મતદાન; જુઓ વિડીયો..

Iran President Helicopter Crash : હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ કરવામાં આવ્યું

પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં એક બંધનું ઉદ્ઘાટન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રાયસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. રાયસીનું હેલિકોપ્ટર એ કાફલાનો એક ભાગ હતું જે રાષ્ટ્રપતિને લઈ જતું હતું. આ કાફલામાં કુલ ત્રણ હેલિકોપ્ટર હતા. જેમાંથી બે પરત ફર્યા હતા. પરંતુ રાષ્ટ્રપતિ રાયસીના હેલિકોપ્ટરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. રિપોર્ટ અનુસાર ક્રેશ થયા બાદ તરત જ હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટના અઝરબૈજાનની સરહદ નજીક ઈરાનના વરઝેઘાન શહેરમાં થઈ હતી.

 

Mamata Banerjee New Names And Symbols TMC વિવાદમાં ECનો મોટો નિર્ણય મમતા દીદી ને મળ્યું ‘ફૂટબોલ પ્લેયર’ નિશાન, ઋતબ્રત બેનરજી જૂથને શું મળ્યું?
Rahul Gandhi Slams BJP And EC ભાજપ અને ચૂંટણી પંચ સાથે મળીને પાર્ટીઓ તોડે છે TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ થતાં રાહુલ ગાંધી ભડક્યા
Real TMC Dispute અસલી TMC કોની? પોતાના નામ પર પક્ષ રાખશે મમતા બેનરજી, ચૂંટણી પંચને મોકલ્યા ૩ નવા વિકલ્પો
Nithari Case Surendra Koli Suicide દેશને હચમચાવનાર નિઠારી હત્યાકાંડનો નાટ્યાત્મક અંત! નિર્દોષ જાહેર થયા બાદ સુરેન્દ્ર કોલીએ ગળે ફાંસો ખાધો
Exit mobile version